મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રખડતા ઢોર, રોડના ખાડા સહિતના પ્રશ્નોમાંથી નગરજનોને મુક્તિ આપવા શહેર કોંગ્રેસ પ્રમુખની કમિશનરને રજૂઆત


SHARE







મોરબીમાં રખડતા ઢોર, રોડના ખાડા સહિતના પ્રશ્નોમાંથી નગરજનોને મુક્તિ આપવા શહેર કોંગ્રેસ પ્રમુખની કમિશનરને રજૂઆત

મોરબી મહાપાલિકા વિસ્તારમાં વીજ કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇન નાખવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યાર યોગ્ય રીતે ખાડા બુરવામાં આવી રહ્યા નથી, રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે અને જુદાજુદા વિસ્તારોમાં આજની તારીખે પણ સુવિધાઓની અછત છે જેથી કરીને આ બાબતે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીના મોટાભાગના વિસ્તારોમાં વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ લાઇન પાથરવા માટેનું કામગીરી કરવામાં આવી રહી છે. ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા લાઇન નાખ્યા બાદ તૂટેલા રોડનું યોગ્ય રીતે રીપેરિંગ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાઓ પડે છે. અને છ મહિના પહેલાં બનેલ નવા રોડ પણ આ કામગીરી માટે તોડી નાખવામાં આવેલ છે. અને જે જગ્યાએ રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે ત્યાં પાછા રોડ તૂટવા લાગ્યા છે, જેથી કરીને યોગ્ય રીતે કામ કરવાની માંગ કરેલ છે.

મોરબીના વિસીપરામાં ચાર ગોદામથી અમરેલી રોડને તાત્કાલિક સી.સી. રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ નટરાજ ફાટકથી જૂની પરશુરામ પોસ્ટ ઓફિસ સુધી ડબલ લેન રોડ બનાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યા ઉલેકાઈ જાય તેમ છે. તથા મોરબીમાં સ્પીડબ્રેકરની સાઇઝ યોગ્ય રાખવી અને ગેરકાયદે બનાવેલ સ્પીડબ્રેકર દૂર કરવાની માંગ કરી છે. આટલું જ નહીં શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે ત્યારે મહાપાલિકાની ટીમ દ્વારા માત્ર ગાયોને પકડીને કામગીરી કરી હોવાનો સંતોષમાની લેવામાં આવે છે ત્યારે આખલાઓનો ત્રાસમાંથી લોકોને કયારે મુક્તિ મળશે તે સૌથી મોટો સવાલ છે. 

મોરબીમાં એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડથી ફ્લોરા અક્ષર સીટી ડી-માર્ટ મોલ વાળા રસ્તે સ્ટ્રીટ લાઇટના પોલ ઊભા કરીને લાઇટ મૂકેલી  છે પરંતુ કનેક્શન આપવામાં આવેલ નથી. જેથી વહેલી તકે કનેકશન આપવામાં આવે તેવી માંગ કરેલ છે. તો સોઓરડી પાછળ આવેલ શક્તિ સોસાયટીમાં આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર, નર્સ કે આશા વર્કર બહેનોની ગેરહાજરી હોય છે જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે. માટે ત્યાં સ્ટાફની તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. મહાપાલિકા બનાવવામાં આવી ત્યારે આસપાસના ગામોનો શહેરમાં સમાવેશ કરવામાં આવેલ છે. તે ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા પ્રશ્નો છે તેને ઉકેલવા માટે પણ નક્કર કામ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરેલ છે. અને મોરબીમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે મોરબી ફિલ્ટર પ્લાન્ટ લગાવીને શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ કરી છે.






Latest News