મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર સોસાયટી અને વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ


SHARE









મોરબીના નવલખી રોડ ઉપર સોસાયટી અને વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ

મોરબીના જુદાજુદા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવે સી હે ત્યારે હવે નવલખી રોડ ઉપર આવેલા યમુનાનગર, શ્રદ્ધા પાર્ક અને બોડાસર વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માટે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

હાલમાં યમુનાનગર સીસાયટી, શ્રદ્ધા પાર્ક સીસાયટી અને બોડાસર વાડી વિસ્તારના લોકોએ આવેદનપત્ર આપીને જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, આ વિસ્તારમાં હિન્દુઓની બહુમતી વસ્તી છે. અને આવનારા સમયમાં અન્ય ધર્મના લોકો વસવાટ કરે તો આ વિસ્તારમાં શાંતિનો ભંગ થાય તેમ છે. અને હાલ મહાપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ વિસ્તારમાં હિન્દુ સિવાયના ધર્મના લોકો રહેવા માટે આવે તેવી શક્યતા છે. જેથી હિન્દુઓ આ વિસ્તારમાં શાંતિથી પોતાનું જીવન જીવી શકે અને સુખાકારી જળવાઈ રહે તેના માટે અન્ય ધર્મના લોકો ત્યાં વસવાટ કરવા ન આવે તે માટે અશાંતધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News