ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે તપોવન વિદ્યાલયમાં બે દિવસીય બિઝનેસ ટાયકૂનનું આયોજન


SHARE







મોરબીના જેતપર ગામે તપોવન વિદ્યાલયમાં બે દિવસીય બિઝનેસ ટાયકૂનનું આયોજન

મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીને વેપારનું પ્રેક્ટીકલ જ્ઞાન મળે તેના માટે થઈને બે દિવસીય બિઝનેસ ટાયકૂનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધો.૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા જ તમામ સંચાલન કરવામાં આવશે તેવું શાળાના સંચાલકે જણાવ્યું છે

મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓને ધંધાના થિયરિકલ જ્ઞાન સાથે પ્રેક્ટીકલ જ્ઞાન પણ મળે તે માટે થઈને બે દિવસીય બિઝનેસ ટાયકૂન ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ આગામી તા ૨૫ અને ૨૬ ડિસેમ્બરના રોજ સવારે ૯ કલાકથી રાતના ૯ કલાક સુધી જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાલય ખાતે યોજાશે અને વધુમાં સંસ્થાના સંચાલક જીતુભાઈ વડસોલાએ જણાવ્યુ છે કે, આ બે દિવસીય બિઝનેસ ટાયકૂન થકી જે કઈ આવક થશે તે આર્મી, અનાથ આશ્રમ અને ગૌશાળામાં ભેટ તરીકે આપવામાં આવશે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે થઈને શાળા દ્વારા બિઝનેસ ટાયકૂન એવોર્ડ, ઇકો ફ્રેન્ડલી એવોર્ડ અને બેસ્ટ માર્કેટિંગ એવોર્ડ પણ રાખવામાં આવ્યા છે 






Latest News