મોરબીના જેતપર ગામે તપોવન વિદ્યાલયમાં બે દિવસીય બિઝનેસ ટાયકૂનનું આયોજન
મોરબીમાં સૌપ્રથમવાર રાજકોટથી સ્પેશ્યાલિસ્ટ ફિઝિયોથેરાપી ટીમ દ્વારા નિઃશુલ્ક કેમ્પ
SHARE









મોરબીમાં સૌપ્રથમવાર રાજકોટથી સ્પેશ્યાલિસ્ટ ફિઝિયોથેરાપી ટીમ દ્વારા નિઃશુલ્ક કેમ્પ
રાજકોટની મારવાડી યુનિવર્સિટી, અને ફિઝિયોકૅર તેમજ મોરબીમાં આવેલ શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટના સહયોગથી મોરબીમાં સૌપ્રથમવાર રાજકોટથી સ્પેશ્યાલિસ્ટ ફિઝિયોથેરાપી ટીમ દ્વારા નિઃશુલ્ક કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ મંદિરની પાછળ જી.આઇ.ડી.સી. મેઇન રોડ ઉપર આવેલ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે આગામી તા ૨૪/૧૨ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૧:૦૦ સુધી ફિઝિયોથેરાપી કેમ્પ રાખવામા આવેલ છે જેમાં રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડો. જયેશ પરમાર, ન્યુરો અને ફિઝિયોથેરાપીસ્ટ ડો. રાહુલ છતલાણી, ઓર્થો. ફિઝિયોથેરાપીસ્ટ ડો. શાહરુખ ચૌહાણ, કાર્ડીઓ-પલ્મોનરી ફિઝિયોથેરાપીસ્ટ ડો. કલ્યાણી જીવરાજાની, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટ ડો ફલક બુચ તેમજ ન્યુરો અને ફીઝિયોથેરાપીસ્ટ ફિઝિયોકૅર શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ મોરબીના ડો. કેશા અગ્રવાલ સેવા આપશે
આ કેમ્પનો લાભ કમર, ગરદન, ઢીંચણ, ખભા, એડીનો દુખાવો હોય તે દર્દી લઈ શકે છે તેમજ ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, હાથ, પગ તથા મોઢાના લકવા, પેરાલીસીસ, કંપવાનો પ્રોબ્લેમ, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગો, બેલેન્સ પ્રોબ્લેમ, સાયટીકા/ગાદી ખસવી/સાંધાના વા/ઘૂંટણનો ઘસારો/રમત ગમતમાં ઇજા અને કોરોના પછી ફેફસાની કસરતો, ક્રોનીક ઓબસ્ટ્રક્ટીવ પલ્મોનરી ડિસીઝ ( COPD ) માટેની કસરતો કરતાં દર્દીઓ લાભ લઈ શકે છે અને જે દર્દી આ કેમ્પમાં આવે તે દર્દીએ પોતાના જુના રિપોર્ટ સાથે રાખવા અને કેમ્પ માટે રજીસ્ટ્રેશન ૬૩૫૯૭ ૦૧૯૩૩ નંબર ઉપર કરાવવાનું રહેશે
