મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબી નજીક ડમ્પર ચાલકે હડફેટે લેતા ડિવાઈડર ઉપરથી સામેના રોડ ઉપર પટકાયેલ યુવાનનું ટ્રક નીચે કચડાઈ જવાથી મોત


SHARE















મોરબી નજીક ડમ્પર ચાલકે હડફેટે લેતા ડિવાઈડર ઉપરથી સામેના રોડ ઉપર પટકાયેલ યુવાનનું ટ્રક નીચે કચડાઈ જવાથી મોત

મોરબી વાંકાનેર રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે ડિવાઈડર ઉપર ઉભેલ યુવાનને મોરબીથી વાકાનેર તરફ જઈ રહેલા ડમ્પરના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને યુવાન બીજી બાજુના રોડ ઉપર નીચે ટકાયો હતો ત્યારે વાંકાનેરથી મોરબી તરફ આવી રહેલ ટ્રક તે યુવાનની ઉપરથી ફરી ળ્યો હતો જેથી યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતકને યુવાનને હડફેટે લેનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલમાં મકનસર ગામ પાસે આવેલ એપેક્ષ સિરામિક કારખાનામાં રહેતો ગુનાકામ સનાતદાસ (31) નામના યુવાને ડમ્પર નંબર જીજે 3 ડીટી 0489 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે તથા મૃતક હરિકૃષ્ણ પરલોકકુમાર જૈના (32) બંને મકનસર ગામ પાસે રોડ ક્રોસ કરતાં હતા ત્યારે ત્યાં ડિવાઈડર વચ્ચે ઉભા હતા દરમિયાન મોરબી બાજુથી આરોપી ડમ્પર લઈને વાંકાનેર બાજુ જઇ રહ્યો હતો ત્યારે ડમ્પરના ચાલકે હરિકૃષ્ણ જેનાને હડફેટે લેતા તે બીજી બાજુના રસ્તા ઉપર નીચે ટકાયો હતો અને દરમિયાન વાંકાનેર બાજુથી મોરબી તરફ આવવાના રસ્તા ઉપરથી ટ્રક નંબર જીજે 5 બીપી 3187 નો ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો જે વાહનની નીચે હરિકૃષ્ણ જેના આવી જતા તેનુ માથું કચડાઈ ગયું હતું અને તે યુવાનનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે ઘટના સ્થળે હાજર રહેલા વ્યક્તિની ફરિયાદ લઈને હરિકૃષ્ણ જેનાને હડફેટે લઈને રસ્તા ઉપર નીચે પછાડનાર ડમ્પરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ એચ.એસ.તિવારી અને તેની ટીમ ચલાવી રહી છે.

યુવાન સારવારમાં

મૂળ બંગાળનો રહેવાસી અને હાલમાં મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ ક્રીવા વુડ ખાતે રહેતો પરિમલ સંગારામ મારડી (25) નામનો યુવાન ક્રિવા વૂડ ખાતે હતો ત્યારે ત્યાં પગ લપસી જવાના કારણે તે પડ્યો હતો અને તેને ગરદનની પાછળના ભાગમાં લાકડું લાગવાના કારણે ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાન સારવારમાં

મોરબી નજીકના થોરાળા ગામ પાસે આવેલ ઓટો કાર્બન કંપનીમાં ઇલેક્ટ્રીક શોટ લાગવાથી પ્યારસિંગ રાજુભાઈ મંડલોઈ (21) નામનો યુવાન પડી ગયો હતો અને તેને ઈજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News