પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુની હાઈસ્કૂલ ખાતે માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુની હાઈસ્કૂલ ખાતે માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સ્વચ્છતા સાથે શિક્ષણ, આરોગ્ય સાથે સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા તા. 10/01/2026 ના રોજ મોરબી જિલ્લાના ઘૂટુ ગામની સરકારી હાઈસ્કૂલમાં માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થિનીઓને માસિક સ્વચ્છતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ આરોગ્ય જાગૃતિના ભાગરૂપે સેનિટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ગ્રામ્ય તથા ઔદ્યોગિક વિસ્તારની અંદાજે 100 જેટલી વિદ્યાર્થિનીઓને દત્તક લેવામાં આવી, જેમને સંસ્થા દ્વારા દર મહિને નિઃશુલ્ક સેનિટરી પેડ્સ આપવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓમાં સ્વચ્છતા તથા આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવી તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક શ્રીમતી વનિતાબેન, સમગ્ર શાળા સ્ટાફ તથા યુવા શક્તિ ફાઉન્ડેશનની મહિલા સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.






Latest News