પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા-જીલ્લા પંચાયતના નવા સીમાંકન અને નકશાની આપ દ્વારા કલેક્ટર પાસે કરાઇ માંગણી


SHARE







મોરબી મહાપાલિકા-જીલ્લા પંચાયતના નવા સીમાંકન અને નકશાની આપ દ્વારા કલેક્ટર પાસે કરાઇ માંગણી

મોરબી મહાનગરપાલિકા તેમજ જીલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા બંને માટે નવા સીમાંકન અને નકશા બનાવવામાં આવેલ છે જેની નકલની માંગણી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી દ્વારા કલેક્ટર પાસેથી માંગણી કરવામાં આવેલ છે.

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ હાલમાં કલકેટરને રજૂઆત કરી છે કે, મોરબી મહાપાલિકા તેમજ જિલ્લા પંચાયતના નવા સીમાંકન બાબતે તેઓને સૂચનો તેમજ વાંધા રજુ કરવા માટે નવા સીમાંકિતની નકલ તેમજ વોર્ડના નકશાઓની નકલની જરૂરત છે જેથી મહાપાલિકા તેમજ જિલ્લા પંચાયતનું નવું સીમાંકન અને નકશા તેઓને આપવામાં આવે તેવી માંગ કરી છે અને ત્યાર બાદ તેઓ દ્વારા વાંધા આરજી રજુ કરવામાં આવશે તેમજ મોરબી શહેરની મતદાર યાદીની નકલની પણ માંગણી કરેલ છે.






Latest News