મોરબી મહાપાલિકા-જીલ્લા પંચાયતના નવા સીમાંકન અને નકશાની આપ દ્વારા કલેક્ટર પાસે કરાઇ માંગણી
મોરબી કલામંદિર સંગીત ક્લાસની વિદ્યાર્થીની પ્રદેશ કક્ષાએ લોકગીત સ્પર્ધામાં બીજા નંબરે વિજેતા
SHARE
મોરબી કલામંદિર સંગીત ક્લાસની વિદ્યાર્થીની પ્રદેશ કક્ષાએ લોકગીત સ્પર્ધામાં બીજા નંબરે વિજેતા
ગુજરાત રાજ્ય સરકારના રમતગમત અને યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધા બરોડામાં યોજાઇ હતી. જેમાં મોરબીના કલામંદિર સંગીત ક્લાસીસના વિદ્યાર્થીની વડાલીયા ધ્યાની નિકુંજભાઈએ લોકગીત સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો છે. જે હવે આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મધ્ય ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.જે બદલ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન તેમજ કલામંદિર સંગીત ક્લાસીસના સંચાલક દેવેનભાઈ વ્યાસ દ્વારા વડાલીયા ધ્યાની નિકુંજભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.