મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાતા મોરબી જિલ્લા ભાજપ પરિવારે કરી આતિશબાજી ​​​​​​​મોરબી-માળીયાના વિવિધ પ્રશ્નો માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયા-સાંસદ વિનોદભાઇ ચાવડાની બેઠક યોજાઇ મોરબીના રાજપર ગામે ગોડાઉનમાંથી મહારાષ્ટ્ર પોલીસે ૩૨૦ ગુણી સોપારી જપ્ત કરી, ચિટિંગના ગુનામાં રાજપરના શખ્સ સહીતનાઓની શોધખોળ મોરબીમાં સાયબર ફ્રોડથી બેંક એકાઉન્ટમાં આવેલ કરોડો રૂપિયા સગેવગે કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાસે ચાઈનીઝની દુકાને બોલાચાલી બાદ સામસામે મારામારી: ઈજાગ્રસ્તનો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સાયબર ફ્રોડથી બેંક એકાઉન્ટમાં આવેલ કરોડો રૂપિયા સગેવગે કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE















મોરબીમાં સાયબર ફ્રોડથી બેંક એકાઉન્ટમાં આવેલ કરોડો રૂપિયા સગેવગે કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદીજુદી સાયબર ક્રાઇમની બે ફરિયાદ નોંધાયેલ હતી જે બંને ગુનામાં પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને જુદાજુદા લોકોના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી જે રકમ આવતી હતી તેને આગળ આ શખ્સ દ્વારા કોને આપવામાં આવતી હતી તે દિશામાં તપાસ કરવા માટે આજે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાયબર ક્રાઇમનો ગુનો નોંધાયેલ હતો જેમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પહેલા પોલીસે બે આરોપીને પકડ્યા હતા આ ગુનામાં હાલમાં ત્રીજા આરોપી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય.એસ. પરમાર અને તેની ટીમે આરોપી રવિ નારણભાઈ દેવસુર (30) રહે. ધરમપુર રોડ લાભનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે. અને વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ આરોપીઓએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું કરીને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડથી કે છેતરપિંડીથી મેળવેલ રકમ સગેવગે કરી હતી અને પહેલા પકડાયેલ બે આરોપીઓને એજન્ટ તરીકે નીમી તેઓને  આર્થિક લાભ આપવાની લાલચ આપીને બે ટકા કમિશન પેટે આપવામાં આવતા હતા અને તેઓના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી 14,01,992 ની રકમ આવી હતી જેને ચેકથી અથવા તો એટીએમથી વીડ્રો કરી સાયબર ફ્રોડથી મેળવેલાં નાણાં સગેવગે કરીને ગુનો કર્યો હતો અને હાલમાં પકડાયેલ આરોપીએ તે ફ્રોડની રકમ આગળ કોને આપેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાયેલ હતી અને જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં કુલ મળીને 21 કરોડથી વધુની રકમ આવી હતી જેને સગેવગે કરવાનો ગુનો હતો જે ગુનામાં પહેલા પોલીસે આરોપી આનંદભાઈ સોમાભાઈ હળવદિયા, ગિરિરાજસિંહ કનકસિંહ જાડેજા, રવિ મનુભાઈ વિંધાણી, દિવ્યાબેન પરેશભાઈ સોલંકી અને ભાવિન નરેન્દ્રભાઈ ત્રિવેદીની ધરપકડ કરી હતી ત્યાર બાદ આ ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.કે.સાંગાણી અને તેની ટીમે આરોપી રવિ નારણભાઈ દેવસુર (30) રહે. ધરમપુર રોડ લાભનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે.






Latest News