મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાસે ચાઈનીઝની દુકાને બોલાચાલી બાદ સામસામે મારામારી: ઈજાગ્રસ્તનો સારવારમાં


SHARE









મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાસે ચાઈનીઝની દુકાને બોલાચાલી બાદ સામસામે મારામારી: ઈજાગ્રસ્તનો સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસે ગઈકાલે મોડી સાંજે ચાઈનીઝની દુકાન પાસે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો તેમાં બંને પક્ષેથી સામસામે મારામારી કરવામાં આવતા હાલ પાંચ ઇજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલ નજીક ચાઈનીઝની લારી પાસે પૈસા બાબતે બોલાચાલી થઈ હતી અને બાદમાં ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષોથી ધોકા અને પાઇપ વડે મારામારી કરવામાં આવી હતી જેમાં એક તરફના રિહાન રફિકભાઈ સંધવાણી (15), રિઝવાન રફિકભાઈ સંતવાણી (12), સાજીદનજર મોહમદ સંધવાણી (27), ફરહાન ફિરોજભાઈ સંધવાણી (16) અને મનોજ રામભાઈ રાજપૂત (35) રહે. બધા પ્રકાશપાર્ક વીસીપરા મોરબી વાળાઓને ઇજાઓ થઈ હતી જેથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને પોલીસના કહેવા પ્રમાણે સામેના પક્ષે માળીયા મીયાણાના ઇમરાન રાયબ જેડા સહિતનાઓ દ્વારા બોલાચાલી ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં મારામારી થઈ હતી જેથી બંનેપક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર ખસેડાયેલ છે. આ બનાવની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં

મોરબીના જેતપર રોડ પાવળીયારી નજીક રહેતા પરિવારના શર્મિષ્ઠાબેન રાજેશભાઈ બામણીયા નામની 22 વર્ષીય પ્રેગનેટ મહિલાને સાપ કરડી ગયો હતો જેથી જેતપર સીએચસી ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવેલ છે આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના નિરવભાઈ મકવાણા આગળની તપાસ કરી રહ્યા છે.

વાહન અકસ્માત

મોરબીના નવલખી રોડ રોકડિયા હનુમાન મંદિર પાસે આવેલ રોલાની વાડી ખાતે રહેતા અમૃતબેન લક્ષ્મણભાઈ પરમાર નામના 52 વર્ષ મહિલાને અકસ્માતમાં ઈજા થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓ રિક્ષામાં બેસીને ઘર તરફ જતા હતા ત્યારે ઘર નજીક રીક્ષા પલટી મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજા થતાં તેને સારવાર માટે લાવવામાં આવ્યા હતા

મારમાર્યો

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ શિવમ કોલ નજીક ગાડી ઉભી રાખતા અજાણ્યા ઈસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો જે બનાવમાં પપ્પુભાઈ રામપ્રસાદ (29) રહે. હાલ પાનેલી તાલુકો જીલ્લો મોરબી વાળાને ઇજા થતાં તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને આ બનાવાની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News