મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

અમદાવાદથી મોરબી આવી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજયું


SHARE





અમદાવાદથી મોરબી આવી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજયું

અમદાવાદથી યુવાન તેના શેઠની ગાડી લઈને મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે અણીયારી ટોલનાકા પાસે તેને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને ગાડી માટે પાછળના ભાગે તે યુવાન સુઈ ગયો હતો અને ઓનેસ્ટ હોટલ પાસે ગાડી પહોંચ્યા બાદ તેને ઉઠાડવા છતાં તે ન ઉઠતા તેને માળિયાની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપીને તે યુવાનને મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તે યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું ડોક્ટરે જાહેર કર્યું હતું અને આ બનાવની માળિયા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં અમદાવાદમાં કુંભારવાસ વસંત વિહાર બંગલો સામે વસ્ત્રાપુર રૂમ નંબર 6 માં રહેતો સંતોષભાઈ શંકરભાઈ ચૌહાણ (36) નામનો યુવાન અમદાવાદથી તેઓના શેઠની ગાડી ચલાવીને મોરબી તરફ આવી રહ્યો હતો દરમિયાન અણીયારી ટોલનાકા પાસે પહોંચતા તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. જેથી કરીને તે યુવાન ગાડીમાં પાછળના ભાગે સુઈ ગયો હતો અને ગાડી માળિયા મીયાણા નજીક આવેલ ઓનેસ્ટ હોટલ ખાતે પહોંચી ત્યારે તે યુવાનને ઉઠાડવા છતાં તે ઉઠતો ન હતો જેથી કરીને તેને તાત્કાલિક માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ જે યુવાનને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હોવાનું જાહેર કર્યું હતું જેથી માળિયા તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News