મોરબી આર્ટ્સ કોલેજ ખાતે પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયુ, સ્મરણો વાગોળ્યા
મોરબીના ઘુટુ રોડે સીરામીક કારખાનામાં એલિવેટર મશીનમાં આવી જવાથી ગળામાં ઇજા થતાં શ્રમિક યુવાનનું મોત
SHARE
મોરબીના ઘુટુ રોડે સીરામીક કારખાનામાં એલિવેટર મશીનમાં આવી જવાથી ગળામાં ઇજા થતાં શ્રમિક યુવાનનું મોત
મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં મશીન ઉપર કામ કરતા સમયે કોઈ કારણોસર શ્રમિક યુવાનને ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ તે યુવાનના મૃત દેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સિલ્ક સીરામીક નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો રાકેશકુમાર દેવનારાયણ શર્મા (29) નામનો યુવાન ગઈકાલે સાંજના સમયે કારખાનામાં મશીન ઉપર કામ કરતો હતો દરમિયાન તેને અચાનક ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એન.એસ.મેસવાણિયા ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક યુવાન એલિવેટર મશીનમાં આવી ગયો હતો જેથી કરીને તેને ગાળામાં ઇજા થવાથી તેનું મોત નીપજયું છે.









