હળવદના જૂના ધનાળા ગામે જુગારની રેડ પડતાં નાસભાગ: 4 શખ્સ પકડાયા, 1 ફરાર
SHARE
હળવદના જૂના ધનાળા ગામે જુગારની રેડ પડતાં નાસભાગ: 4 શખ્સ પકડાયા, 1 ફરાર
હળવદના જૂના ધનાળા ગામની સીમમાં બ્રાહ્મણી નદીના પટમાં બાવળની કાટમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી 4 શખ્સોની 33,100 રોકડ સાથે ધરપકડ કરે છે અને નાસી છુટેલા એક સહિત કુલ પાંચની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જુના ધનાળા ગામની સીમમાં બ્રાહ્મણી નદીના પટ્ટમાં બાવળની કાંટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી જોકે પોલીસે સ્થળ ઉપરથી ચંદુભાઈ ઉર્ફે સંજય રાણાભાઇ જીંજવાડિયા (25) રહે. જુના ધનાળા, વિજયભાઈ ધીરુભાઈ સાતલપરા (38) રહે. મહેન્દ્રનગર, સુરેશભાઈ ઠાકરશીભાઈ સોનાગ્રા (44) રહે. શોભેશ્વર પાર્ક જુના ઘૂટું રોડ મોરબી તથા સુરેશભાઈ રમેશભાઈ જીંજવાડિયા (29) રહે. હળવદ વાળાની 33100 ની રોકડ સાથે ધરપકડ કરી હતી અને પોલીસને જોઈને કિરણ જીલુભાઈ જીંજવાડિયા રહે. જુના ધનાળા વાળો નાસી ગયેલ હોય હાલમાં પાંચ શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને સ્થળ ઉપરથી નાસી ગયેલા શખ્સને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.