લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટીબરાર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાળા કક્ષાએ 3D ફિલ્મ નિહાળી


SHARE









માળીયા (મી)ના મોટીબરાર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાળા કક્ષાએ 3D ફિલ્મ નિહાળી

માળિયા (મી)ના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ 3D ફિલ્મ બતાવવામાં આવી હતી. આ શાળાના આચાર્ય અનિલ બદ્રકિયાએ જણાવ્યું હતું કે તેમના દ્વારા શાળામાં છેલ્લા 2 વર્ષથી "શાળા વિકાસ ફંડ" નો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગ્રામજનો જન્મદિવસ, પુણ્યતિથિ કે અન્ય પ્રસંગોએ શાળા વિકાસ ફંડમાં સ્વેચ્છાએ ફાળો આપે છે. આ ફાળાનો ઉપયોગ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે તેમજ શાળાની ભૌતિક સુવિધાઓ વધારવા માટે કરવામાં આવે છે. જે અંતર્ગત તાજેતરમાં જ શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ સમયાંતરે 3D ફિલ્મનો આનંદ માણી શકે એ માટે શાળામાં વિદ્યાર્થીઓ માટે 3D ચશ્મા વિકસાવવામાં આવ્યા છે. અને એ 3D ચશ્માં દ્વારા જ શાળા કક્ષાએ 3D ફિલ્મ બતાવવામાં આવી હતી. અને શાળા દ્વારા કરવામાં આવેલ આ પહેલને વાલીઓ અને સ્થાનિક લોકો દ્વારા આવકારવામાં આવી હતી.




Latest News