માળીયા (મી)ના મોટીબરાર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાળા કક્ષાએ 3D ફિલ્મ નિહાળી
મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ એસએસસી એકઝામનું આયોજન
SHARE
મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ એસએસસી એકઝામનું આયોજન
મોરબીમાં શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક સ્કયમોલ સામે વૈભવનગર સોસાયટીની બાજુમાં આવેલ ગીતાંજલી વિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ એસએસસી એકઝામનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 8/2 ને રવિવારે સવારે 8થી 12 સુધી આ પ્રિ એસએસસી એકઝામ યોજાશે.
મોરબીના જે વિદ્યાર્થી વર્ષ 2026 માં એસએસસી બોર્ડની પરીક્ષા આપવાના છે તે વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનો અનુભવ કેળવાયએ માટે ગીતાંજલી વિદ્યાલય દ્વારા આ પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં ધો. 10 નો કોઇપણ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા આપવા માટે https://form.svhrt.com/6968801931fccd4a51a52116 રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને વિદ્યાર્થી લીંકમા આપેલ સ્ટાન્ડર્ડ મેથ્સ, બેજીક મેથ્સ, સોશ્યલ સાયન્સ, સાયન્સ & ટેક., અંગ્રેજી વિષય પૈકી ગમે તે એક વિષયની પરીક્ષા આપી શકશે. અને વધુ માહિતી માટે 7016278907 અને 8401460641 ઉપર સં૫ર્ક કરવા માટે જણાવ્યુ છે.









