મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

હળવદ નજીકથી 34 પાડાને બચાવ્યા બાદ હવે આઇસર ચાલક સામે ગુનો નોંધાયો: 2.68 લાખનો મુદામાલ કબ્જે


SHARE







હળવદ નજીકથી 34 પાડાને બચાવ્યા બાદ હવે આઇસર ચાલક સામે ગુનો નોંધાયો: 2.68 લાખનો મુદામાલ કબ્જે

માળીયા અમદાવાદ હાઇવે ઉપરથી આઇસર પસાર થઈ રહ્યું હતું તેને મોરબી અને હળવદના ગૌરક્ષક સહિતના હિન્દુ સંગઠનોના આગેવાનો દ્વારા પોલીસની હાજરીમાં રોકીને ચેક કરવામાં આવ્યું હતું તારે તેમાંથી 34 પાડા મળી આવ્યા હતા જેથી 68 હજારની કિંમતના અબોલ જીવ અને 2 લાખનું વાહન આમ કુલ મળીને 2.68 લાખનો મુદામાલ કબ્જે કરીને આઇસરના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી અને હળવદના ગૌરક્ષક સહિતના હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા માળીયા (મી) અમદાવાદ રોડ ઉપર વોચ રાખવામા આવી હતી અને ત્યારે ત્યાંથી મળેલ બાતમી મુજબની આઇસર નંબર જીજે 23 વી 4648  પસાર થઈ રહ્યું હતું તેનો પીછો કરીને આઈસર ગાડીને રોકવામાં આવી હતી અને હળવદ પોલીસના સહયોગથી તે ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે કચ્છ બાજુથી અબોલ જીવને વાહનમાં ભરીને અમદાવાદમાં કતલ કરવાના ઇરાદે લઇ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું આ ગાડીમાં 34 પાડાને ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવામાં આવ્યા હતા જેથી કરીને 68 હજારની કિંમતના અબોલ જીવ તેમજ 2 લાખનું વાહન આમ કુલ મળીને 2.68 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે. અને હાલમાં હળવદના પંચમુખી ઢોરો વિસ્તારમાં રહેતા વિજયભાઈ પેથાભાઈ ગીંગોરા (28)એ મુબારક સબ્બીરભાઈ પટેલ (27) રહે. ગન નંબર-૦૪ કડીવાલાની ચાલી જુબેર એવન્યુની સામે દાણીલીમડા અમદાવાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News