મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં નોંધાયેલ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
મોરબીના ઇન્દિરાનગર પાસે વરલી જુગારની રેડ: 6 શખ્સોની 32 હજારની રોકડ સાથે ધરપકડ
SHARE
મોરબીના ઇન્દિરાનગર પાસે વરલી જુગારની રેડ: 6 શખ્સોની 32 હજારની રોકડ સાથે ધરપકડ
મોરબીના ઇન્દિરાનગર પાસે આવેલ ખારો પાટ તરીકે જાણીતા વિસ્તારમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી છ શખ્સો મળી આવ્યા હોય એલસીબીની ટીમ દ્વારા 32000 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ ઇન્દિરાનગર પાસે ખારોપાટ તરીકે જાણીતા વિસ્તારમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત વાળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી છ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે હાલમાં જગદીશ હરિલાલ જોશી (55), પ્રકાશ મનુભાઈ વરાણીયા (29), સુનિલ ધીરુભાઈ સુરેલા (35) મનીષ રાજુભાઈ સુરેલા (22), સંજય અવચરભાઈ ઝીંઝવાડીયા (20) અને મનોજગર બટુકગર ગોસાઈ (38) રહે. બધા મોરબી વાળા સ્થળ ઉપરથી મળી આવ્યા હોય તેની પાસેથી કુલ મળીને 32 હજાર રૂપિયાની રોકડ કબજે કરવામાં આવી હતી અને હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી. પંડયાની સુચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી