મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીમાં ફ્લેટ વેચાણ માટેની ઓએલએક્સ ઉપર જાહેરાત મૂકવામાં આવી હતી જેથી વૃદ્ધ તે ફ્લેટ જોવા અને લેવા માટે થઈને ગયા હતા ત્યારે ફ્લેટ ઉપર મોટી લોન બેંકમાંથી લીધેલ હોવા છતાં તેની જાણ વૃદ્ધને કરવામાં આવી ન હતી અને ખોટો સાટા ખત કરી આપવામાં આવ્યો હતો અને તેની અવેજમાં મોટી રકમ વૃદ્ધ પાસેથી મેળવી લેવામાં આવી હતી જેથી વૃદ્ધ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ હોય ભોગ બનેલ વૃદ્ધએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબીમાં ગ્રીનચોક પાસે આવેલ નાની હનુમાન શેરીમાં રહેતા સુનિલકુમાર કુમુદચંદ્ર દોશી (68)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાર્થભાઈ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતા રહે. બધા આશુતોષ હાઈટસ બ્લોક નં. 101 કાયાજી પ્લોટ સનાળા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યું છે કે, પાર્થભાઈ મહેતાએ પોતાના મોબાઈલ ફોન ઉપરથી ઓએલએક્સમાં ફ્લેટ વેચવા માટેની જાહેરાત મૂકી હતી જેથી ફરિયાદી તથા સાહેદો ફ્લેટ જોવા અને લેવા માટે ગયા હતા ત્યારે તેઓને વિશ્વાસમાં લઈને હીનાબેન મહેતાના નામના ફલેટ ઉપર બેંકમાં મોટી લોન લીધેલી હતી જે રેકોર્ડ ઉપર હોવા છતાં તે છુપાવ્યું હતું અને ફરિયાદીને ફ્લેટ વેચાણનો ખોટો સાટાખત કરી આપ્યો હતો. જેના અવાજમાં મોટી રકમ મેળવી લેવામાં આવી હતી તેમજ સાહેદ સાથે અગાઉથી કાવતરું રચીને વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરવામાં આવેલ છે અને બનાવટી સાટાખત કરી આપતા હોવાનું પોતે જાણતા હોવા છતાં પણ ખરા સાટાખત તરીકે તેનો ઉપયોગ કર્યો હતો અને ફરિયાદી તથા સાહેદોની સાથે વિશ્વાસઘાત કર્યો હતો જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દંપતી અને તેના દીકરાની સામે ગુનો નોંધ્યો હતો અને તે પૈકી આરોપી પાર્થભાઈ મુકેશભાઈ મહેતા રહે. કાયાજી પ્લોટ આશુતોષ હાઈટ્સ ફ્લેટ નં. 101 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તેવી માહિતી તપાસનીસ પીએસઆઈ એચ.આર.જાડેજા પાસેથી જાણવા મળેલ છે.






Latest News