મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી
SHARE
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાના દીકરી શ્રેયા ઘોડાસરા ના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી છે. અત્યારની યુવાન પેઢી જન્મદિવસ ના દિવસે માત્ર મોજ મજા અને પાર્ટીઓમાં વ્યસ્ત રહેતી હોય છે ત્યારે રાજકોટ આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતા શ્રેયા ઘોડાસરાએ પોતાનો જન્મદિવસ સેવાકીય કાર્ય કરી ઉજવવાનું નક્કી કર્યું અને આ ઉજવણીના ભાગરૂપે મોરબી નજીક આવેલા જીકીયારી ગામ પાસે રહેતા આર્થિક રીતે પછાત તેવા રંજનબેન મકવાણાને રહેવા માટે આશ્રય ન હતું જેથી તેમનું ઘર બનાવવા માટે મદદ આર્થિક મદદ કરી તેમના ઘરની છત બનાવવા માટેનું આર્થિક યોગદાન સાધનાબેન ઘોડાસરા દ્વારા આપવામાં આવ્યું હતું મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા તેમજ સમગ્ર ટીમ એ આ વિશેષ કાર્યને બિરદાવીને શ્રેયા ને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.