મોરબીની ભારતી વિધાલય ખાતે સાંસ્ક્રુતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી
SHARE
મોરબીની ભારતી વિધાલય શાળા ખાતે સાંસ્ક્રુતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઇ
મોરબીમાં આવેલ ભારતી વિધાલય શાળામાં 77 મો પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રોટરી ક્લબ ઓફ મોરબી પરિવાર દ્વારા આન, બાન અને શાનથી તિરંગાને લહેરાવીને સલામી આપવામાં આવી હતી ત્યારે વાલી અને વિદ્યાર્થી સહિતના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી જિલ્લા પ્રમુખ લાલજીભાઈ મહેતા, મોરબી બાર એશોસીએશન પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા, ભાજપના આગેવાન મેઘરાજસિંહ ઝાલા, વિહિપના જિલ્લાના પ્રમુખ જીલેશભાઈ કાલરીયા, મોરબી યુવા આર્મી ગ્રુપના પિયુષભાઇ બોપલીયા તેમજ ઘનશ્યામસિંહ ઝાલા, કમલેશભાઈ મહેતા, કેતનભાઈ મહેતા, મોરબી જિલ્લા મહિલા કરણી સેના, પ્રફુલ્લાબેન કોટેચા અને રઘુવીરસિંહ ઝાલા સહિતના હાજર રહ્યા હતા, અને બાળકો દ્વારા પહેલા ભારતમાતાનું પૂજન કરાયું હતું ત્યાર બાદ દેશભક્તિના ગીત ઉપર સાંસ્કૃતિક કાર્યક્ર્મ રજૂ કરવામાં આવેલ હતો તે ઉપરાંત જુદીજુદી રમતમાં વિજેતા બનેલા વિધાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. તો શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ દરેક વિદ્યાર્થીઓને આઝાદીનું મહત્વ સમજવ્યું હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનારા શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શાળા સંચાલક કૌશલભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું