મોરબીની ભારતી વિધાલય ખાતે સાંસ્ક્રુતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
SHARE
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમની શરુઆત ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ સંસ્થાના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા આવકાર અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્ય અતિથિ પાયલબેન સોરીયા અને ઘનશ્યામભાઈ ડાંગર હાજર રહ્યા હતા. અને તેઓએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું અને ત્યાર બાદ વિધાર્થીઓએ દેશભક્તિને લગતા વક્તવ્યો, નાટકો અને ગીતો રજુ કર્યા હતા. આ ઉપરાંત જે વિધાર્થીઓએ કોલેજ અભ્યાસ દરમિયાન ખુબ જ પ્રતિષ્ઠિત કહી શકાય તેવી સીએ-ફાઉન્ડેશન તથા સીએ-ફાઇનલ જેવી કારકિર્દીલક્ષી પરીક્ષા પાસ કરી હતી તેવા તેજસ્વી વિધાર્થીઓ, વિવિધ ફેકલ્ટીઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર તેજસ્વી વિધાર્થીઓ અને કોમર્સ વિદ્યાશાખાના મુખ્ય વિષય નામા પધ્ધતિમાં યુનિવર્સીટીકક્ષાએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવનાર વિધાર્થીઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનવવા માટે કોલેજના તમામ સ્ટાફ, વિધાર્થીઓએ ખુબ જ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન મનહરભાઈ શુદ્રા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની સમાપન વિધિ કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારા દ્વારા કરવામાં આવી હતી.