મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ
SHARE
ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ
ટંકારા તાલુકાનાં ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં રેલી યોજવામાં આવી હતી ત્યાર બાદ ધ્વજવંદનનો કાર્યક્રમ શાળામાં રાખવામા આવેલ હતો જેમાં તાજેતરમાં એલઆરડી પોલીસ તરીકે જોડાયેલા ધારાબેન વિનોદભાઈ ઢેઢીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવાં આવેલ હતો. અને અંતેના ધો. 5 થી 8 ના વિદ્યાર્થીઓને દાતા આરજુબેન ધરમશીભાઈ ચૌધરી તરફથી સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું આ શાળાના આચાર્ય કમલેશભાઈ ગોસરા દ્વારા આભારવિધિ કરવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.