ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ
મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે
SHARE
મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે
મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધિબેન સંયમના માર્ગે આગળ વધી રહ્યા છે અને આગામી તા 1 ફેબ્રુઆરીના રોજ તે જૈન ધર્મની ભાગવતી દીક્ષાને અંગીકાર કરવાના છે ત્યારે સોમવારે મંગલ મુહૂર્તે ગૃહ ત્યાગ કર્યો હતો. અને ત્યારે બાદ ઘરના કોઈ સભ્યો કે સગા સ્નેહીઓને અશ્રુ સાથે નહીં પરંતુ તેને ઘરેથી હસતાં મોઢે વિદાય આપવામાં આવે તેવી લાગણી વ્યકત કરી હતી. આ તકે ઘરના સભ્યો, સગા સ્નેહીઓ તેમજ સમાના લોકો હાજર રહ્યા હતા.
મોરબીમાં રહેતા વિધિબેન અશ્વિનભાઈ મહેતા કે જેઓ લીંબડી અજરામર સંપ્રદાયમાં આગામી તા. 1 ફેબ્રુઆરીના રોજ લીંબડી ખાતે દીક્ષિત થવાના છે. તેમના સંયમની અનુમોદનમાં થોડા સમય પહેલા મોરબીમાં શોભાયાત્રાનું જૈન સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી સમસ્ત જૈન સંઘોના ભાવિકો જોડાયા હતા અને ત્યારે નેહરૂગેટ ચોકથી ગ્રીનચોક સોની બજાર ઉપાશ્રય સુધી વાંજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જો કે, હવે મુમુક્ષુ વિધીબેન અશ્વિનભાઈ મહેતા આગામી તા. 1 ફેબ્રુઆરી 2026 નાં રોજ જૈન ધર્મની ભાગવતી દીક્ષા લીંબડી મુકામે અંગીકાર કરવાના છે ત્યારે જૈન ધર્મની પરંપરા મુજબ મોરબીના રોટરીનગરમાં આવેલ પોતાના ગૃહનો તેને તા. 26 જાન્યુઆરીના રોજ મંગલ મુહૂર્તે ત્યાગ કર્યો હતો. અને ક્ષત્રિય વેશમાં વીર યોદ્ધાની જેમ હસતા હસતા કર્મ સંગ્રામ સામે લડવા નીકળી પડ્યા હતા. અને અંતિમ વક્તવ્યમાં તેઓએ કહ્યું હતું કે, “હું તો નિજ ઘર એટલે આત્મ ઘર માં પ્રવેશી રહી છું” કોઈએ અશ્રુ સાથે વિદાય આપવાની નથી બધ જ પરિવારજનો હસતાં ચહેરે મને વિદાય આપો. અને અંતે વરસીદાન કરીને દીક્ષા માટે મંગલ પ્રસ્થાન મોરબીથી લીંબડી કરેલ હતું.