મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો
SHARE
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો
વાંકાનેરના મેસરીયા ગામે દર્શન કરીને ઇકો ગાડીમાં પોતાના ગામ તરફ જઈ રહેલા યુવાને આગળ જઈ રહેલી ઈકો ગાડીનો ઓવરટેક કર્યો હતો જે બાબતનો ખાર રાખીને વાંકાનેર બાઉન્ડ્રી પાસે યુવાન પોતાની ઇકો ગાડી ઉભી રાખીને નાસ્તો કરી રહ્યો હતો ત્યાં જઈને યુવાનને બે શખ્સો દ્વારા ગાળો આપીને ઝાપટો મારવામાં આવી હતી તેમજ ઘૂંટણના ભાગે લોખંડના પાઇપ વડે માર મારીને ફેકચર જેવી ઇજા કરવામાં આવી છે આટલું જ નહીં પરંતુ ફરીથી ભેગો થઈશ તો વધુ મારીશ તેવી ધમકી પણ આપવામાં આવી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના નાના માતરા ગામના રહેવાસી ઈશ્વરભાઈ દેવશીભાઈ ચૌધરી (34)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ રામભાઈ ખટાણા રહે. કાળાસર તાલુકો ચોટીલા અને એક અજાણ્યો માણસ આમ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તેના કાકાની દીકરીઓ અને તેની બહેનપણીઓને સાથે લઈને મેસરીયા આપ ઝાલાની જગ્યાએ દર્શન કરીને પોતાની ઇકો ગાડી નંબર જીજે 3 કેસી 1148 લઈને પરત પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા દરમિયાન આરોપી તેની ઈકો ગાડી નંબર જીજે 13 એબી 1677 લઈને આગળ જતા હોય ફરિયાદીએ સાઇડ કાપવા માટે બે થી ત્રણ વખત હોર્ન માર્યું હતું અને આગળ નીકળી ગયા હતા તે બાબતનો ખાર રાખીને ફરિયાદી ગમારા પેટ્રોલ પંપ પાસે નાસ્તો કરવા માટે પોતાની ગાડી ઉભી રાખીને ઉભા હતા ત્યારે પાછળથી આરોપી તેની ઇકોગાડી લઈને ત્યાં આવ્યો હતો અને ફરિયાદીને ગાળો આપીને ઝાપટો મારી હતી અને આરોપીએ તેની ઈકો ગાડીમાંથી લોખંડનો પાઇપ કાઢીને ફરિયાદી યુવાનને ઘૂંટણના ભાગે બે થી ત્રણ ઘા મારીને ફેકચર જેવી ઈજા કરી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ ફરિયાદીને ફરીથી ભેગો થઈશ તો વધુ મારીશ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
સગીરા સારવારમાં
ટંકારા તાલુકાના સરાયા ગામે આવેલ સ્લોગન કંપનીમાં ક્વાર્ટરમાં રહેતા પરિવારની દીકરી કાજલ રાજુભાઈ આહિરવાલ (15)એ કોઈ કારણોસર માથામાં નાખવાની મહેંદી પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
સગીરા સારવારમાં
વાંકાનેર તાલુકાના શેખરડી ગામે રહેતા પરિવારની કાજલ પરષોત્તમભાઈ સરવૈયા (16) નામની સગીર દીકરીએ કોઈ કારણોસર દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.