મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
SHARE
મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના સોઓરડી વિસ્તારમાં માતાજીના મંદિર પાસે રહેતી મહિલા સાથે અગાઉ થયેલ મનદુખનો ખાર રાખીને ચાર મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ દ્વારા બોલાચાલી ઝઘડો કરીને ગાળો આપવામાં આવી હતી તેમજ ઢીકાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તેમજ મહિલાના પતિને ધારિયાનો ઊંધો ઘા મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ દંપતિને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના સોઓરડી વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર પાસે રહેતા પ્રભાબેન રમેશભાઈ સિચણાદા (55)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિવેકભાઈ કિશોરભાઈ ધોળકિયા, ગુલાબબેન કિશોરભાઈ ધોળકિયા, વિવેકભાઈના ભાઈની પત્ની, વિવેકભાઈના ભાઈજી રાજુભાઈની પત્ની અને વિવેકભાઈના ભાઈની વિકિની પત્ની રહે. બધા સોઓરડી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી સાથે અગાઉ આરોપીઓને મનદુઃખ થયું હતું તે બાબતનો ખાર રાખીને પાંચે આરોપીઓએ ફરિયાદી મહિલાને ગાળો આપીને ઢીકાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે તથા વિવેક ધોળકિયાએ ફરિયાદીના પતિ રમેશભાઈ ચતુરભાઈને ઉંધા ધારિયાનો ઘા મારીને ઈજા કરી હતી જેથી ઈજા પામેલ દંપતિને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મહિલાને મારમાર્યો
મોરબીના જુના રોડ ઉપર આવેલ જીલટોપ સિરામિક કારખાના લેવર કવાર્ટરમાં રહેતા શ્રદ્ધાબેન શ્રીવાસ્તવ (25) નામની મહિલાને તેના પતિ અને બનેવીએ માર મારતા ઈજા થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
વૃદ્ધા સારવારમાં
મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભીમસર પાસે રહેતા ચંપાબેન બાબુભાઈ કુંઢીયા (70) નામના વૃદ્ધાને તેના દીકરા દ્વારા માર મારવામાં આવતા ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.