માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો
SHARE
માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો
માળીયા (મી)ના મોટા દહીસરા ગામે રહેતા યુવાનના કૌટુંબિક ભાઈએ તે જ ગામમાં રહેતા વ્યક્તિની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલા હતા જે બાબતનો ખાર રાખીને યુવાન જ્યારે સરવડ ગામ પાસે આવેલ તેના પાણીના કારખાને હાજર હતો ત્યારે સ્કોર્પિયો ગાડીમાં આઠ શખ્સો ત્યાં આવ્યા હતા અને યુવાનનું અપહરણ કરીને મોટા દહીસરા ગામે આવેલ ઓફિસે લઈ ગયા હતા ત્યાં ઢીકાપાટુ અને ધોકા વડે મારમારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા કિશોરભાઈ દેવદાનભાઈ લોખિલ (37)એ હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કમલેશભાઈ વિરડા રહે. સોનગઢ, રમેશભાઈ હમીરભાઈ બરારીયા, વિનોદભાઈ રાણાભાઇ બરારીયા, મુળુભાઈ બીજલભાઇ બરારીયા, હિતેશભાઈ મૂળુભાઈ બરારીયા અને ભવાનભાઈ બીજલભાઇ બરારીયા રહે. બધા મોટા દહીસરા વાળા તથા હિતેશભાઈ બરારીયાના બે સાળાઓની સામે અપહરણની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, સરવડ ગામમાં આવેલ ઉમિયા નગરમાં તેઓનું પાણીનું કારખાનું આવેલ છે અને ત્યાં પાણીના કારખાને ફરિયાદી હાજર હતો ત્યારે તમામ આરોપીઓ સ્કોર્પિયો ગાડી લઈને આવ્યા હતા અને ત્યાંથી આરોપીનું અપહરણ કરીને મોટા દહીસરા ગામે આવેલ વિશાલ રોડવેઝની ઓફિસે લઈ ગયા હતા ત્યાં આરોપીઓએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને વિનોદભાઈએ ફરિયાદીને ધોકા વડે જમણા હાથમાં કોણી પાસે મારમાર્યો હતો તેમજ હિતેશભાઈના સાળાએ ફરિયાદીને પાંસળી અને વાંસાના ભાગે મારમારીને ઇજા કરી હતી અને તમામ આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ઇજા પામેલ હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને વધુમાં ફરિયાદી પાસેથી મળતી વિગત પ્રમાણે તેના કૌટુંબીક ભાઈએ આરોપી હિતેશભાઈ બરારીયાની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલા છે તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ તેનું અપહરણ કર્યું હતું અને માર માર્યો છે.
મહિલા સારવારમાં
મોરબીમાં આવેલ પાવન પાર્ક સોસાયટીમાં રહેતા સીતાબેન પૂનમચંદ ભાટી (55) નામના મહિલાને મગજની સારવાર ચાલી રહી હોય તે વધુ પડતી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
દાઝી જતાં સારવારમાં
મોરબીના થોરાળા ગામ પાસે આવેલ લીઝોન હેલ્થ કેર કારખાનામાં રહેતા આરતીબેન દશરથરાય કદમ (55) નામના મહિલા તાપણા પાસે બેઠા હતા દરમિયાન તે દાજી ગયા હતા જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.