મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ


SHARE











મોરબીના માધાપરમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ

મોરબીના માધાપર શેરી નંબર 4 ની અંદર રહેતા શખ્સનાં મકાનમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી સહિત કુલ મળીને 7 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 25,500 ની રોકડ સાથે આરોપીઓની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના માધાપર શેરી નં-4 માં રહેતા મુનાવરખાન યુસુફખાનના રહેણાંક મકાનની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી મુનાવરખાન યુસુફખાન યુસુફઝઈ (45) તથા તેનો દીકરો સાજીદખાન મુનાવરખાન યુસુફઝઈ (19), દાઉદભાઈ ગનીભાઈ પીપરવાડિયા (44) રહે. જોન્સનગર મોરબી, રવિભાઈ દેવાભાઈ ડાભી (19) રહે. માધાપર શેરી નં-2 મોરબી, વિમલભાઈ ઉર્ફે વિપુલ નટુભાઈ સોલંકી (48) રહે. સ્વાતિ પાર્ક ઉમિયા ગેટની અંદર મોરબી, હનીફભાઈ હુસેનભાઇ દિવાન (42) રહે. બોરીચાવાસ લીલાપર રોડ મોરબી તથા વિપુલભાઈ ઉર્ફે ડબલી રામભાઈ ગરીયા (28) રહે. અંબિકાનગર માધાપર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 25,500 ની રોકડ સાથે આરોપીઓની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના ગ્રીન ચોક નજીક એકટીવા અન્ય વાહન સાથે અથડાતા બનેલ બનાવમાં હુસેનશા અલીશા (૬૨) રહે.કુબેરનાથ રોડ મોરબીને સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના રવાપર રોડ બ્લુ ક્લબ બાપાસીતારામ મઢુલી નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં અવતારસિંગ ધીરજસિંગ રાજપુત (૨૦) રહે.જેલ રોડ પાસે મોરબીને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબી વાવડી રોડ અભીનવ સ્કૂલ નજીક બાઇકમાંથી પડી જતા ક્રિયાંશ જયદેવભાઈ ડાભી (ઉંમર વર્ષ ૦૪) રહે. મીરા પાર્ક વાવડી રોડને સારવાર માટે ખસેડાયો હતો.

વૃદ્ધ સારવારમાં
મોરબી વાવડી રોડ લોમજીવન પાર્ક વિસ્તારમાં રહેતા અબ્દુલભાઈ ટપુભાઈ બામણીયા નામના ૭૦ વર્ષના વૃદ્ધ કોઈ કારણસર તેમના ઘરે દવા પી ગયા હોય સારવાર માટે મંગલમ હોસ્પિટલે ખસેડાયા હતા.તેમ પોલીસે જણાવેલ છે.જ્યારે મોરબી કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા કૌશરબેન ફારૂકભાઈ ફકીર નામના ૨૦ વર્ષીય મહિલાને તેના ઘરે કોઈ કારણસર પતિ સાથે બોલાચાલી બાદ મારામારીમાં ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.અને મોરબી રાજકોટ હાઇવે ટંકારા નજીક આવેલ ભીમનાથ મહાદેવ મંદિર નજીક અકસ્માતે બાઈકમાંથી પડી જતા રામજીભાઈ રતાભાઇ રાણવા (૪૯) રહે.નાના રામપર ચામુંડા માતા મંદિર પાસે તા.ટંકારાને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયા હતા.બનાવ સંદર્ભે નોંધ કરી એ ડિવિઝન પોલીસે તપાસ કરી હતી. તેમજ મોરબીના વાંકાનેર પાસે આવેલ માટેલ રોડ સનત સીરામીક ખાતે ત્રીજા માળ જેટલી ઊંચાઈએથી નીચે પટકાતા લક્ષ્મીબેન અશોકભાઈ યાદવ નામના ૨૨ વર્ષીય મહિલાને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અને માળિયા મીંયાણાના અંજીયાસર ખાતે રહેતા તબસુમબેન નિઝામભાઈ ભટ્ટી (૨૦) નામના મહિલાને ઘરે પતિ દ્વારા માર મારવામાં આવતા તેઓને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News