મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ
મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું
SHARE
મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું
મોરબી જલારામ ધામ અને જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા ૧૫ બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક વિસર્જન કરવામાં આવ્યુ હતું.
મોરબીના જલારામ ધામ અને શ્રી જલારામ સેવા મંડળ દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે. તેવામાં મોરબી વિદ્યુત સ્મશાન ખાતે શાસ્ત્રી રસિકલાલ ખેલશંકરભાઈ વ્યાસ દ્વારા અસ્થિઓની શાસ્ત્રોક્ત વિધી કરાવવામાં આવી હતી. ત્યાર બાદ મોરબીના જલારામ ધામ અને જલારામ સેવા મંડળ દ્વારા ગઇકાલે સોમનાથ ખાતે આવેલ ત્રિવેણી સંગમમા સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવ્યુ હતુ. જેમાં ૧૫ બિનવારસી, ૭૦ વિદ્યુત સ્મશાનના અસ્થિઓ તેમજ સંસ્થાના અસ્થિ કુંભમાંથી ૨૦૦ સહીત કુલ ૨૮૫ દીવંગતો આત્માઓના અસ્થિઓનું હિન્દુ શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે સામુહીક વિસર્જન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યમા ગીરીશભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, હીતેશભાઈ જાની, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા સહિતના જોડાયા હતા.