મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકની તારીખમાં અનિવાર્ય કારણોસર થયો ફેરફાર
SHARE
મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકની તારીખમાં અનિવાર્ય કારણોસર થયો ફેરફાર
મોરબી જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, અનિવાર્ય કારણોસર તેની તારીખમાં ફેરફાર કરવામાં આવેલ છે અને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માટેની નવી દરખાસ્તો સહિતના મુદ્દે આ બેઠકમાં સમીક્ષા કરાશે
જિલ્લા આયોજન મંડળની બેઠકની તારીખમાં અનિવાર્ય કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે આ બેઠક ૨૯ જાન્યુઆરીએને બદલે હવે ૫ ફેબ્રુઆરીએ યોજાશે. મોરબી જિલ્લા સેવા સદન ખાતે આગામી તા. ૫/૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે હાયર અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાનાર બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માટેની નવી દરખાસ્તો સહિત વિવિધ મુદાઓ બાબતે સમીક્ષા કરાશે