મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સુરક્ષા જવાન-સુપરવાઈઝરની ભરતી માટે ખાસ શિબિરોનું આયોજન


SHARE







મોરબી જિલ્લામાં સુરક્ષા જવાન-સુપરવાઈઝરની ભરતી માટે ખાસ શિબિરોનું આયોજન

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી, એસ.આઈ.એસ. અને એસ.એસ.સી.આઈ. રિજનલ ટ્રેનિંગ સેન્ટર, માણસા-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝરની ભરતી માટે ખાસ ભરતી શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરો જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૪:૦૦ દરમિયાન યોજાશે.

મોરબી જિલ્લામાં ૨૮ જાન્યુઆરીના રોજ હળવદની મોડલ સ્કૂલ, ૨૯ જાન્યુઆરીએ ટંકારાની મહર્ષિ દયાનંદ વિ. વિદ્યાલય, ૩૦ જાન્યુઆરીએ મોરબીની ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ, ૩૧ જાન્યુઆરીએ માળીયા (મિં.) ના સરવડ સ્થિત શ્રી કે.પી. હોથી ઉ.મા. શાળા, ૦૧ ફેબ્રુઆરીએ મોરબીની ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ અને અંતમાં ૦૩ તથા ૦૪ ફેબ્રુઆરીના રોજ વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળોએ ભરતીની કામગીરી સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી ચાલશે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૯૨૫૯ ૮૭૯૧૪ અથવા ૬૩૫૫૯ ૩૧૩૫૬ ઉપર કરવાનો રહશે.

આ ભરતી માટે લાયકાત અને શરતોમાં ૧૯ થી ૪૦ વર્ષ ઉંમર, ૧૦ પાસ/નાપાસ અને ૧૨ પાસની શૈક્ષણિક લાયકાત, ઊંચાઈ ૧૬૮ સેમી, વજન ૫૬ કિલો અને છાતી ૮૦-૮૫ સેમી તથા ઉમેદવાર શારીરિક રીતે તંદુરસ્ત હોવો અનિવાર્ય છે. મળવાપાત્ર સુવિધાઓ અને નોકરીની વિગતોમાં પસંદગી પામેલા ઉમેદવારોને માણસા-ગાંધીનગર ખાતે ટ્રેનિંગ આપ્યા બાદ ૬૫ વર્ષ સુધી કાયમી સુરક્ષાકર્મી તરીકે ગુજરાતમાં નિમણૂક આપવામાં આવશે. તેમને એરપોર્ટ, મેટ્રો સ્ટેશન, બુલેટ ટ્રેન અને આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં પોસ્ટિંગ મળી શકે છે. પગાર ધોરણ ૨૦,૫૦૦ થી ૩૫,૦૦૦ સુધી રહેશે, જેમાં વાર્ષિક વધારો, પ્રમોશન, પી.એફ., ઈ.એસ.આઈ.સી., મેડિકલ અને પેન્શન જેવી સુવિધાઓ સરકારના નીતિ-નિયમ મુજબ મળવાપાત્ર થશે.






Latest News