મોરબી જિલ્લામાં સુરક્ષા જવાન-સુપરવાઈઝરની ભરતી માટે ખાસ શિબિરોનું આયોજન
મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
SHARE
મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
સમગ્ર દેશ સહિત મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે યોજાયેલી પરેડમાં વિવિધ વિભાગો દ્વારા પોતાની કામગીરી અને કલ્યાણકારી યોજનાઓને પ્રદર્શિત કરતા આકર્ષક ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલો 'પ્રાકૃતિક કૃષિ' પર આધારિત ટેબ્લો ખેડૂતોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ખેતીવાડી વિભાગના ટેબ્લોમાં રાસાયણિક ખેતીના વિકલ્પ રૂપે પ્રાકૃતિક ખેતી (Natural Farming) અપનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પૃથ્વીના સ્વાસ્થ્ય અને મનુષ્યના આરોગ્ય માટે પ્રાકૃતિક ખેતી કેટલી અનિવાર્ય છે, તે ટેબ્લો દ્વારા સચોટ રીતે સમજાવવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પ્રાકૃતિક ખેતીના પાયા સમાન 'જીવામૃત' બનાવવાના ઘટકો અને તેની પ્રક્રિયાનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ખેડૂતોને સમજાવવામાં આવ્યું હતું કે કેવી રીતે ગાયના છાણ અને ગૌમૂત્ર દ્વારા જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે અને ખેતીના ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. ટેબ્લો દ્વારા એ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણને જ નહીં, પરંતુ ખેડૂતોની આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવે છે. પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત મિત્રો સાથે મળીને કરવામાં આવેલા આ પ્રદર્શન દ્વારા લોકોને રાસાયણિક મુક્ત ખેત પેદાશોના ઉપયોગ માટે અને ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.