એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો
SHARE
એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો
કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા “એક શામ શહીદો કે નામ” ૨૬ મી જાન્યુઆરી ૨૦૦૧ ના કચ્છમાં થયેલ વિનાશક ભુકંપમાં જીવ ગુમાવનાર સૌ દિવંગતોને સ્મરણાજલી અને ભારત માતા પૂજનના કાર્યક્રમ નું આયોજન કર્યું હતું અને ૭૭ માં ગણતંત્ર દિવસની સંધ્યાએ રાષ્ટ્રભક્તિ ગીતો જેમાં લોક ગાયક નિલેશભાઈ ગઢવી, પવન નાગર (ઈન્ડિયન આઇડલ), લોક ગાયીકા ઉર્વશી રાદડીયા તથા ઐશ્વર્યા કેશવાણી અને અક્ષય જાની & ગ્રુપ કાર્યક્રમમાં રસલહાણ પીરશી હતી.
“એક શામ શહીદો કે નામ” કાર્યક્રમ માં ઉપસ્થિત સેના આર્મી એરફોર્સ, BSF, પોલીશ, એન.સી.સી. હોમગાર્ડ સિવિલ ડીફેન્સ અને પ્રશસાનિક અધિકારી ગણ, ગણ માન્ય મહાનુભાવો, તા.પં. જી.પં. સદસ્ય તથા કાઉન્સિલર ભાઇઓ, બહેનો, સહ કાર્યકરો, પત્રકાર મિત્રો સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજના ટ્રસ્ટીઓ સૌનો આભાર વ્યક્ત કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે આજે પુરો દેશ વિર શહીદો, સ્વતંત્રતા સેનાનીઓ અને વિજય દિવસના બહાદુરવીરો પ્રતિ નત મસ્તક છે. સાથે વિર શહીદો ના પરિવારો નો ઋણી છે. તેમની વીરતા નો ઇતિહાસ સ્વર્ણ અક્ષરોમાં લખાશે અને આવનાર પેઢીઓ દેશપ્રેમ–દેશભક્તિથી અવગત થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી કેન્દ્ર સરકાર, રાજય સરકારો, સ્વતંત્રા સેનાની તેમના પરિવારજનો ને દરેક પ્રકારની સુવિધા પ્રદાન કરી રહ્યા છે. સાથે સાથે સેનાના આધુનિકરણ, સામાજીક ક્ષેત્ર ને મજબુતી આપવાની મહત્વપુર્ણ ભુમિકા નિભાવે છે.
આ તકે બાલીકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દેશ ભક્તિના ગીતો સાથે સેનાના વિર જવાનો, પોલીશ હોમગાર્ડસ, દેશ સેવામાં જોડાયેલ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું બીએસએફ ડીઆઇજી રાઠોડ સાહેબ, લેફ્ટ કર્નલ નિમેશ કાન્તકુમાર, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાજી, એનસીસી કર્નલ વિકાસ પ્રભાકરજી, પૂર્વ/ પશ્ચિમ હોમગાર્ડ કમાન્ડર મનીષ બારોટ, ભુમિત વાઢેર, આર.એ.સી મકવાણાભાઈ, ડી.વાય.એસ.પી.ઓ તેમજ ગુજરાત ફિલ્મ કલાકાર અંકિત સખિયા, શ્રુહદ ગોસ્વામી, કરન મેથી, રીવા રાચ્છ, શુભમ ગજ્જર, નીતિન બાલાસરાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેશમુખ, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણી, ભાજપ જીલ્લા મહામંત્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ, નગરપાલિકા ભુજ પ્રમુખ રશ્મિબેન સોલંકી, સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ઝાલા અને કલ્પેશ ગોસ્વામીએ કર્યું હતું.