એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો
મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે
SHARE
મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે
મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તા. 31/01/2026 ને શનિવારના રોજ સાંજે 6:30 કલાકે ટંકારા તાલુકાનાં લજાઈ ગામ પાસે આવેલ ક્લબ 36 ખાતે રાખવામા આવેલ છે
મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ સી. જાની દ્વારા જિલ્લાના વકીલોનું સ્નેહમિલન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાયદાકીય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ડી.આર.અગેચાણીયા તથા તેમની સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત મોરબી જિલ્લાના વરિષ્ઠ (સીનીયર) વકીલો તેમજ વર્ષ 2016-17 પહેલાના સમય ગાળામાં વિવિધ તાલુકા બારના પ્રમુખ તરીકે સેવા આપનારા પૂર્વ હોદેદારોનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ વકીલો અને પત્રકારોને આમંત્રિત કરવામાં આવેલ છે.