મોરબીના નાગડાવાસ ગામે વાડીની બાજુમાં આવેલ તલાવડામાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત
મોરબીના આમરણ પાસે વીજપોલ ઉપર કામ કરવા ચડેલા યુવાનનું ઇલેક્ટ્રીક શોર્ટ લાવવાથી મોત
SHARE
મોરબીના આમરણ પાસે વીજપોલ ઉપર કામ કરવા ચડેલા યુવાનનું ઇલેક્ટ્રીક શોર્ટ લાવવાથી મોત
મોરબીના આમરણ ગામે વીજપોલ ઉપર કામ કરવા માટે થઈને યુવાન ચડ્યો હતો દરમિયાન ઇલેક્ટ્રીક શોર્ટ લાવવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના આમરણ ગામ ખાતે રહેતો સુખદેવ ચુનિયાભાઈ લોહરા (19) નામનો યુવાન ગઈકાલે સવારે 9:30 વાગ્યાના અરસામાં આમરણ ગામ પાસે વીજપોલ ઉપર કામ કરવા માટે ચડ્યો હતો અને ત્યારે તે યુવાને ઇલેક્ટ્રીક શોર્ટ લાગવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ.ચાવડા દ્વારા કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે રહેતા મહેશભાઈ ગણેશભાઈ (31) નામનો યુવાન એકટીવા લઈને જતો હતો ત્યારે અન્ય બાઇક સાથે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે
ઝેરી દવા પીધી
મોરબી નજીકના પીપળી ગામે રહેતા દિવ્યાબેન ગિરીશભાઈ (21) નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.
વૃદ્ધ સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રોલા રાતડીયાની વાડીએ રહેતા દેવકરણભાઈ નારણભાઈ ડાભી (70) નામના વૃદ્ધને ધક્કો મારતા તે પડી ગયા હતા જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.