મોરબી યુવા લેખક પરમ જોલાપરાનું પુસ્તક પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના હસ્તે વિમોચન કરાયું
મોરબીના નાગડાવાસ ગામે વાડીની બાજુમાં આવેલ તલાવડામાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત
SHARE
મોરબીના નાગડાવાસ ગામે વાડીની બાજુમાં આવેલ તલાવડામાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત
મોરબી તાલુકાના નાગડાવાસ ગામે વાડીની બાજુમાં આવેલ પાણી ભરેલા તલાવડામાં ડૂબી જવાના કારણે ચાર વર્ષના બાળકનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને એકના એક દીકરાનું અચાનક મૃત્યુ નિપજતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું.
મૂળ એમપીના રાજગઢ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા અને વાડીમાં મજૂરી કામ કરતાં અનુભાઈ પરમારનો ચાર વર્ષનો દીકરો પિયુષ પરમાર વાડીની બાજુમાં આવેલ તલાવડામાં ભરેલા પાણીમાં રમતા રમતા ડૂબી ગયો હતો જેથી કરીને તે બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ નિરવભાઈ મકવાણાએ કરી હોય તેની પાસેથી મળેલ માહિતી મુજબ અનુભાઈ પરમારને બે દીકરી અને એક દીકરો એમ કુલ ત્રણ સંતાન હતા જે પૈકી દીકરો પિયુષ તલાવડાના પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું છે.
મારામારીમાં ઇજા
મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ મફતપરામાં રહેતા સુનિલ કાનજીભાઈ અખીયાણી (22) નામના યુવાનને ત્રાજપર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મારામારીમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા આસીફ હુસેનભાઇ સુમરા (20) નામના યુવાનને મામાદેવના મંદિર પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે