મોરબીમાં સગીરોને વાહન આપતા વાલીઓ માટે લાલબતી: બાઇક સ્લીપ થવાથી બે બાળકોને ગંભીર ઇજા
મોરબીના પીપળી નજીક કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી ગયેલ પરિણીતા સારવારમાં
SHARE
મોરબીના પીપળી નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ પરિણીતા સારવારમાં
મોરબીના પીપળી ગામ નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા મહિલાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે બેભાન હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના પીપળી ગામે રહેતા અનિતાબેન કેડિયાભાઈ અનારે (23) નામની મહિલાએ સીલકોન ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ પી.એસ.આઇ. એસ.એચ.ભટ્ટ ચલાવી રહ્યા છે અને પરણીતાએ કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા સોનબાઈ અમરસિંગ અમલીયાર (63) અને કુવરસિંગ અમરસિંગ અમલીયાર (31)ને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થવાથી બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યા સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
ઝેરી દવા પીધી
મોરબી નજીકના રાજપર ગામે રહેતી આશિયાના મોહમ્મદભાઈ બ્લોચ (18) નામની યુવતીએ કોઈ કારણોસર ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝેરી દવા પીધી
મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે રહેતી આશાબેન નરેશભાઈ નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની નોંધ કરી આગળની તપાસ પીએસઆઇ એચ.એસ.તિવારી દ્વારા ચલાવવામાં આવી રહી છે