મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE









મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ

મોરબીના એક જાગૃતિ નાગરિક દ્વારા ૧૮૧ પર કોલ કરવામાં આવ્યો હતો કે રંગપર ગામે ક્રીકેટ ગ્રાઉન્ડ પાસે એક નાની આશરે ત્રણેક વર્ષની બાળકી મળી આવેલ છે અને તે બાળકી રસ્તામાં એકલી બેઠી છે અને કશું બોલતી નથી જેથી કરીને અભયમની ટિમ ત્યાં તાત્કાલિક પહોચી હતી અને બાળકીને વિશ્વાસમાં લઈને તેના પરિવારની માહિતી મેળવી હતી અને તે બાળકીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.

મોરબી ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર તેમજ પાયલોટ અનીલભાઈ ઘટના સ્થળે ગયા હતા અને બાળકીને નાસ્તો કરાવ્યો હતો ત્યાર બાદ બાળકી સાથે વાતચીત કરી હતી જો કે, બાળકી કશું બોલતી ન હતી. જેથી કરીને બાળકીને સાથે રાખીને આજુબાજુમાં આવેલ કંપનીમાં બાળકીને લઈ ગયા હતા અને જો કે ત્યાં તે બાળકીને કોઈ ઓળખતું ન હતું.

જેથી કંપનીના માલિક સાથે વાતચીત કરીને તે બાળકી અંગેનો સિરામિક એસો.ના ગ્રુપમાં એક મેસેજ કર્યો હતો ત્યાર બાદ બાળકીના માતા પિતા મળી આવ્યા હતા અને જેની પાસેથી જરૂરી આધાર પુરાવા મેળવીને બાળકીનાં પરિવારનું કાઉન્સેલીગ કર્યું હતું જેમાં સામે આવ્યું હતું કે તેઓ મૂળ ઝારખંડના છે અને છેલ્લા છ મહિનાથી મોરબીની એક કંપનીમાં રહીને મજુરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે.

વધુમાં બાળકીના માતા પિતાએ જણાવ્યુ હતું કે, તેઓએ બંને નાઈટ ડ્યુટી કરીને આવ્યા હતા અને સૂતા હતા અને તેઓની બાળકી બીજા બાળકો સાથે એક દુકાન પર ભાગ લેવા માટે તેઓની જાણ બહાર ઘરેથી નીકળી ગયેલ હતી અને તેઓ ઉઠ્યા ત્યાર તેઓની બાળકી ઘરે ન હતી જેથી તેને શોધી રહ્યા હતા ત્યારબાદ અભયમની ટીમે જરૂરી સલાહ, સુચન અને માર્ગદર્શન આપ્યું હતું અને બાળકીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.




Latest News