મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો
વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો
SHARE
વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો
વાંકાનેર તાલુકાના લુણસરથી ચિત્રખડા જતો રસ્તો અતિ દયનીય હાલતમાં છે. અને સતત ધૂળની ડમરી ઊડતી હોય છે. અને આ રોડ નાના વાહન ચાલકો માટે મોતના કૂવા સામન બની ગયેલ છે. અને છેલ્લા સમયથી રસ્તો બિસ્માર હાલતમાં હોવા છતાં જવાબદાર અધિકારીઓની દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
છેલા ઘણા સમયથી આ રસ્તો ઉબડ ખાબડ છે અને રોડ ઉપર ખાડાનું સામ્રાજ્ય છે જેથી વાહન ચાલકો પોતાના જીવના જોખમે ત્યાંથી વાહન લઈને જાય છે આટલું જ નહીં દર્દીને લઈને એમ્બ્યુલન્સમાં જતાં હોય તો દર્દીનો પણ જીવ હોસ્પિટલ પહોંચતા પહેલા જ જતો રહે તેવી શક્યતા છે. અને સગર્ભા મહિલાઓ માટે આ રસ્તો અત્યંત જોખમી છે. છતાં તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.









