મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
Breaking news
Morbi Today

મોરબીની વાસ્મો કચેરીના યુનિટ મેનેજરનું ‘બેસ્ટ યુનિટ મેનેજર’ તરીકે રાજ્યકક્ષાએ કરાયું સન્માન


SHARE









મોરબીની વાસ્મો કચેરીના યુનિટ મેનેજરનું ‘બેસ્ટ યુનિટ મેનેજર’ તરીકે રાજ્યકક્ષાએ કરાયું સન્માન

જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ જળ જીવન મિશનની કામગીરીની સમીક્ષા માટે DWSC ની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી એન.એસ.ગઢવીના માર્ગદર્શન હેઠળ જળ જીવન મિશનની કામગીરીની સમીક્ષા માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ-DWSC ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાજેતરમાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્યવ્યાપી ઉજવણીના અવસરે પાણી પુરવઠા વડી કચેરી, ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મોરબી વાસ્મો કચેરીની ઉત્કૃષ્ટ કામગીરીની કદર રૂપે યુનિટ મેનેજરને રાજ્યકક્ષાના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે જે ગૌરવવંત સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાસ્મો ટીમને વિશેષ બહુમાન આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોરબી વાસ્મો કચેરીના યુનિટ મેનેજરને તેમની પ્રસંશનિય સેવાઓ બદલ ‘બેસ્ટ યુનિટ મેનેજર’ તરીકેનું પ્રમાણપત્ર અને ૭,૦૦૦ નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ બદલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વહીવટી તંત્ર વતી વાસ્મો ટીમનું વિશેષ સન્માન કરી રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાની શ્રેષ્ઠ કામગીરીનું પ્રદર્શન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વાસ્મોના યુનિટ મેનેજર તથા જિલ્લા પાણી પુરવઠા અધિકારી એમ.એસ.દામાએ સફળતાનો શ્રેય જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતની ટીમને આપેલ હતો.




Latest News