માળીયા મીંયાણાની દેવસોલ્ટ કંપની દ્વારા બાળકો સાથે રાષ્ટ્રીય પર્વની ખુશી વહેંચવામાં આવી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ પકડાવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપવાના કેસમાં કોર્ટે રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ મોરબી મનપાની ટીમે છેલ્લા એક અઠવાડીયામાં 92 જેટલા રઝડતા ઢોર ઝડપાયા મોરબીના સિરામિક ઉદ્યોગને નવી ટેકનૉલોજિ અને દિશા આપશે ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026: હરેશભાઈ બોપલિયા મોરબીની આયુષ હોસ્પિટલમાં 90 વર્ષના દર્દીની સફળ સારવાર કરીને નવજીવન આપ્યું ગુજરાતથી કેરળ સુધી ૬,૫૦૦ કિમીની સાયકલ યાત્રા ૩૦ જાન્યુઆરીએ મોરબી જિલ્લાના સરવડ ગામે પહોંચશે મોરબીની વાસ્મો કચેરીના યુનિટ મેનેજરનું ‘બેસ્ટ યુનિટ મેનેજર’ તરીકે રાજ્યકક્ષાએ કરાયું સન્માન
Breaking news
Morbi Today

ગુજરાતથી કેરળ સુધી ૬,૫૦૦ કિમીની સાયકલ યાત્રા ૩૦ જાન્યુઆરીએ મોરબી જિલ્લાના સરવડ ગામે પહોંચશે


SHARE











ગુજરાતથી કેરળ સુધી ૬,૫૦૦ કિમીની સાયકલ યાત્રા ૩૦ જાન્યુઆરીએ મોરબી જિલ્લાના સરવડ ગામે પહોંચશે

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા દેશની દરિયાઈ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે “CISF વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન-2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ૨૮ જાન્યુઆરીથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા ૨૨ ફેબ્રુઆરી સુધી એટલે કે ૨૫ દિવસ દરમિયાન ભારતની અંદાજે ૬,૫૦૦ કિલોમીટર લાંબી મેઈનલેન્ડ કોસ્ટલાઇન પર ભ્રમણ કરશે.

ઐતિહાસિક સાયક્લોથોનની પશ્ચિમ દરિયાકાંઠાની ટીમનું પ્રસ્થાન ગુજરાતના કચ્છ સ્થિત ઐતિહાસિક લખપત કિલ્લાથી કરવામાં આવ્યું છે, ૩૦ જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લામાં આ સાયકલ યાત્રાનું આગમન થતા જિલ્લા વહીવટી અને  રાજકોટ CISF યુનિટ તંત્ર દ્વારા તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવશે. મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના સરવડ ગામ ખાતે સાંજે ૦૬:૦૦ થી ૦૮:૧૫ દરમિયાન વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે CISF રાજકોટ યુનિટને મોરબી જિલ્લાના માળિયાથી જોડિયા સુધીના દરિયાકાંઠાના પટ્ટામાં સાયક્લોથોન પ્રવૃત્તિઓનું સંચાલન અને સંકલન કરવાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ યુનિટ દ્વારા સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને માછીમારો, યુવાનો અને સ્થાનિક સમુદાયો સાથે સંવાદ કરી દરિયાઈ સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાયક્લોથોન 'વંદે માતરમ્' ના ૧૫૦ વર્ષ નિમિત્તે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે સમર્પિત કરવામાં આવી છે.   






Latest News