ગુજરાતથી કેરળ સુધી ૬,૫૦૦ કિમીની સાયકલ યાત્રા ૩૦ જાન્યુઆરીએ મોરબી જિલ્લાના સરવડ ગામે પહોંચશે
મોરબીની આયુષ હોસ્પિટલમાં 90 વર્ષના દર્દીની સફળ સારવાર કરીને નવજીવન આપ્યું
SHARE
મોરબીની આયુષ હોસ્પિટલમાં 90 વર્ષના દર્દીની સફળ સારવાર કરીને નવજીવન આપ્યું
મોરબીની આયુષ હોસ્પિટલના ક્રીટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 90 વર્ષના વયોવૃધ્ધ દર્દીને સારવાર આપીને અત્યંત ગંભીર બિમારીમાંથી બહાર લાવી નવજીવન અપાયુ છે
ગત 15 જાન્યુઆરી, 2026 ના રોજ એક 90 વર્ષના દર્દી મોરબીની આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં અર્ધ બેભાન હાલતમાં આવ્યા હતા જ્યારે દર્દીને લઈને આવ્યા હતા ત્યારે તેમનુ ઓકિસજન લેવલ માત્ર 68 ટકા હતુ તેમજ શ્વસનક્રિયા પણ ખૂબજ ગંભીર જણાતા તેમને તાત્કાલીક વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા હતા જો કે, ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે, તેમના ફેફસામાં અતિશય ચેપ ફેલાયેલો છે, ફેફસા સાવ નબળા પડી ગયા છે, જીવનનુ પણ જોખમ હોય છે અને હૃદયના ધબકારા અતિશય અનિયમિત થઇ ગયા છે, બીપી પણ ખૂબ ઓછુ હોય બીપી વધારવાના ઇન્જેકશનનો ખૂબ વધારે ડોઝ આપવો પડયો હતો અને આમ 90 વર્ષની ઉંમર દર્દી હોવા છતાં ગંભીર પરિસ્થિતિ હોય ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ તેઓનુ સચોટ નિદાન કરીને સફળતા પૂર્વક સારવાર આપી હતી જેથી માત્ર એક અઠવાડિયામાં દર્દીને હોસ્પિટલમાંથી રજા કરવામાં આવી છે અને દર્દિ તેમજ તેમના સગા દ્વારા ડો, જાડેજા અને આયુષ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ આયુષ્ય હોસ્પિટલમા ડૉ. સત્યજીતસિંહ જાડેજાના નેતૃત્વમાં સતત સફળતા પૂર્વક સારવાર કરવામાં આવી રહી હોય ઘણા દર્દીઓને ગંભીર બીમારીમાંથી મુકિત મળી છે અને નવજીવન મળ્યું છે.









