મોરબીના સિરામિક ઉદ્યોગને નવી ટેકનૉલોજિ અને દિશા આપશે ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026: હરેશભાઈ બોપલિયા
મોરબી મનપાની ટીમે છેલ્લા એક અઠવાડીયામાં 92 જેટલા રઝડતા ઢોર ઝડપાયા
SHARE
મોરબી મનપાની ટીમે છેલ્લા એક અઠવાડીયામાં 92 જેટલા રઝડતા ઢોર ઝડપાયા
મોરબી મનપાની ટિમ દ્વારા છેલ્લા એક અઠવાડીયામાં 92 જેટલા રઝડતા ઢોરને પકડવામાં આવેલ છે અને મોરબીની આજુબાજુની પંજરપોળ અને ગૌશાળામાં મૂકવામાં આવ્યા છે.
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા છેલ્લા આઠ દિવસમાં 92 જેટલા રઝડતા ઢોરને પકડવામાં આવેલ છે અને મોરબીની આજુબાજુની પંજરપોળ અને ગૌશાળામાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા વધુ 4 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે અને કેટલાક લોકોને ઘાસ વેચાણની પરમિટ આપવામાં આવેલ છે. મોરબીમાં વસવાટ કરતાં વધુ એક પેટડોગનું રજીસ્ટ્રેશન કર્યું છે, પશુ માલિકોને પશુ રજીસ્ટ્રેશન કરવા અને પેટડોગના માલિકોને પોતાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવા મોરબી મહાનગરપાલિકાની એએનસીડી શાખા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે, આ ઉપરાંત 1453 પશુઓનું આરએફઆઈડી તથા ટેગિંગ કરવામાં આવ્યું છે. અને આરએફઆઈડી તથા ટેગિંગની કામગીરી આગામી સમયમાં યથાવત રહેશે.