મોરબી મનપાની ટીમે છેલ્લા એક અઠવાડીયામાં 92 જેટલા રઝડતા ઢોર ઝડપાયા
મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપવાના કેસમાં કોર્ટે રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ
SHARE
મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપવાના કેસમાં કોર્ટે રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ
મોરબીના મહેરબાન ચીફ જયુ.મેજી.સાહેબની કોર્ટમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપતા ઘી નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ ની ફરીયાદના કેશનાં આરોપીને કોર્ટે દોષીત ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદીને ચેકની બાકી નીકળતી રકમ દંડ અને વ્યાજ સહીત ચુકવવા હુકમ ફરમાવેલ છે.
આ કામના આરોપીને પૈસાની જરૂરીયાત હોવાથી તેમના સંબંધી પાસેથી હાથ ઉછીના લીધેલા ત્યારબાદ રકમ પરત માગતા આરોપી ચુનીલાલ દયારામ ધોળકીયાએ લેણી રકમ ચુકવવા ચેક આપેલ જે ચેક રીટર્ન થતા આરોપી વિરૂધ્ધ નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ ની ફરીયાદ દાખલ થયેલ.ત્યારબાદ આરોપી વિરૂધ્ધ કેશ કાર્યવાહી ચાલતા ફરીયાદી વતી મોરબી જીલ્લાના એડવોકેટ-નોટરી નીતીનકુમાર અમૃતલાલ પંડ્યા તથા એડવોકેટ યાશિકા મનસુખભાઈ દેવમોરારીએ કેસ લડેલ અને તેમા ધારદાર દલીલ કરેલ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ તે ધ્યાને લઈ નામદાર કોર્ટએ તા.૯-૧-૨૬ ના રોજ મોરબીના મહેરબાન ચીફ. જયુ.મેજી.સાહેબની કોર્ટએ આરોપીને દોષીત ઠરાવીને બે વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદીને ચેકની બાકી નીકળતી રકમ રૂા.૧,૧૫,૦૦૦ તથા તે દંડની રકમમાંથી સીઆરપીસી ની કલમ-૩૫૭(૧)(બી) મુજબ ફરીયાદીને રૂા.૧,૦૦,૦૦૦ વળતર પેટે ચુકવવાનો હુકમ કરવામાં આવે છે.અને ફરીયાદ તારીખથી વાર્ષીક ૯ ટકાના સાદુ વ્યાજ ચુકવાનો તથા ન ચુકવે તો વધુ નેવું દિવસની સજાનો કોર્ટે હુકમ ફરમાવેલ છે.