મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપવાના કેસમાં કોર્ટે રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ
ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ પકડાવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
SHARE
ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ પકડાવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
ટંકારાના લજાઈ નજીક ભરડીયા રોડે આવેલ ગોડાઉનમાં ગત જાન્યુઆરી માહિનામાં દારૂની રેડ એસ.એમ.સી.ની ટીમે કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 180 પેટી મળી આવી હતી જેથી 11.81 લાખનો દારૂ કબજે કર્યો હતો અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.
મોરબી જીલ્લામાં જાન્યુઆરી 2025 માં એસએમસીની ટીમે ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ભરડીયા રોડે આવેલ સંકલ્પ ગોડાઉનની સામેના ભાગમાં આવેલ ગોડાઉનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 180 પેટી એટ્લે કે 2147 બોટલ કબજે કરી હતી અને 11,81,414 ની કિંમતનો દારૂનો જથ્થો ગોડાઉનમાંથી કબ્જે કરવામાં આવેલ હતો અને જે તે સમયે ગોડાઉન ભાડે રાખનાર અને માલ મંગાવનાર રાજસ્થાનની કમલેશકુમાર હનુમાનરામ તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને આ ગુનામાં અત્યાર સુધીમાં આઠ આરોપીને પકડવામાં આવેલ હતા અને હાલમાં મોરબી જિલ્લા એલસીબીની ટીમે આરોપી અશોકકુમાર પુનમારામ પવાર (32) રહે. પવારો કી ઠાણી સાંગડવા તાલુકો ચીતલાવન જિલ્લો જાલોર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે. અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ હજુ દારૂના આ ગુનામાં આઠ જેટલા આરોપીઓને પકડવાના બાકી છે.