મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે માળીયા મીંયાણાની દેવસોલ્ટ કંપની દ્વારા બાળકો સાથે રાષ્ટ્રીય પર્વની ખુશી વહેંચવામાં આવી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ પકડાવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપવાના કેસમાં કોર્ટે રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ મોરબી મનપાની ટીમે છેલ્લા એક અઠવાડીયામાં 92 જેટલા રઝડતા ઢોર ઝડપાયા મોરબીના સિરામિક ઉદ્યોગને નવી ટેકનૉલોજિ અને દિશા આપશે ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026: હરેશભાઈ બોપલિયા મોરબીની આયુષ હોસ્પિટલમાં 90 વર્ષના દર્દીની સફળ સારવાર કરીને નવજીવન આપ્યું ગુજરાતથી કેરળ સુધી ૬,૫૦૦ કિમીની સાયકલ યાત્રા ૩૦ જાન્યુઆરીએ મોરબી જિલ્લાના સરવડ ગામે પહોંચશે
Breaking news
Morbi Today

મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે


SHARE











મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે

મોરબી તાલુકાના રામગઢ (કોયલી) ગામે રહેતા મજુર પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું.જેથી ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેની તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને એક શખ્સને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ છોટા ઉદેપુરના અને હાલ મોરબી તાલુકાના રામગઢ ગામે રહીને મજૂરી કામ કરતાં પરિવારની ૧૧ વર્ષની દીકરીનું તા.૨૪-૧૨-૨૫ ના રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમ દ્વારા અપહરણ કરવામાં આવેલ હતું.જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવેલ હતી.બનાવની ગંભીરતાના પગલે તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ તથા સ્ટાફ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને હાલ આ બનાવમાં દિનેશ સુમલીયાભાઈ ઉર્ફે સામરીયાભાઈ હટીલા (ઉંમર ૧૯ થી ૨૫) હાલ રહે.રામગઢ (કોયલી) તા.જી.મોરબી મૂળ રહે.પંગોડા ગામ સ્કૂલ ફળિયું તા.કનાલ જી.અલીરાજપુર મધ્યપ્રદેશની અપહરણના ગુનામાં ધરપકડ કરી હતી.

મારામારીમાં ઇજા 

મોરબીના શનાળા ગામ નજીક મધુરમ પાન પાસે મારામારીના બનાવમાં ઈજા થયેલ હોય અજયભાઈ વસંતભાઈ ઝાલરીયા (૩૧) રહે.ધર્મભક્તિ પેલેસ ખોડીયાર પાર્ક મોરબીને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવ્યો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જયારે હળવદના રહેવાસી વિશાલભાઈ ગોવિંદભાઈ નામનો ૩૫ વર્ષનો યુવાન હળવદ ખાતે એપીએમસી માર્કેટ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે પાછળથી કાર ચાલકે તેમને હડફેટ લેતા ઇજા પામતા તેમને અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

યુવતી સારવારમાં

મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા પરિવારની જયશ્રીબેન કાનજીભાઈ સુરેલા નામની ૨૮ વર્ષની યુવતી કોઈ કારણોસર ફિનાઇલ પી ગયેલ હોય તેણીને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવી હતી.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એચ.ભટ્ટ દ્વારા નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે વજેપર શેરી નંબર-૧૨ માં રહેતા હરિલાલ ભગવાનજીભાઈ કણજારિયા નામના ૭૫ વર્ષના વૃદ્ધ સાયકલ લઈને જતા હતા ત્યારે વાંકાનેર દરવાજા દાણાપીઠ નજીક અકસ્માત બનાવમાં ઈજા થતાં સારવાર માટે લઈ જવાયા હતા.

હિંમતનગર પોલીસ કાર્યવાહી

સાબરકાંઠાના હિંમતનગર પોલીસ મથકના પીએસઆઇ બી.એન. તરાલ સાયબર ક્રાઇમ વિભાગમાં મ્યુલ બેંક એકાઉન્ટ સંદર્ભે નોંધાયેલ ફરિયાદની તપાસ માટે મોરબી આવ્યા હતા અને અહીં શનાળા ગામે આવેલ ઉમિયાનગર વિસ્તારમાંથી વિપુલ શંકરભાઈ ચૌધરી તથા અમૃતભાઈ હમીરભાઈ ચૌધરીને હસ્તગત કરીને તપાસના કામે સાથે લઈ ગયા હોવાનું સ્થાનિક પોલીસમાંથી જાણવા મળેલ છે.

જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી

મોરબીમાં થોડા દિવસો પહેલા ચાઈનીઝ દોરી સંદર્ભે ગુનો દાખલ થયો હતો અને જેમાં નામ ખુલેલ હોય હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એસ.એલ.દાફડા દ્વારા જાહેરનામાના ભંગ બદલના ગુનામાં બિલાલ ગફારભાઈ ભૂંગર સંધિ (૨૫) રહે.ટંકારાની વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News