મોરબી જિલ્લાના ઉદ્યોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ઓપન હાઉસ યોજાશે
મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ
SHARE
મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ
સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ડોક્ટરો માટે 'ડો. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિ તબીબી લોન/સહાય યોજના' અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત મોરબી જિલ્લાના પાત્રતા ધરાવતા ડોક્ટરોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.
આ યોજના હેઠળ MD અથવા MS ની અનુસ્નાતકની પદવી ધરાવતા તબીબોને રૂ. ૩,૦૦,૦૦૦/- ની લોન ૪% ના વ્યાજ દરે અને રૂ. ૧,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે. ઉપરાંત MBBS, BAMS, BHMS, BDS જેવી ડિગ્રી કે ડિપ્લોમાની સ્નાતકની પદવી ધરાવતા તબીબોને રૂ. ૨,૫૦,૦૦૦/- ની લોન ૪% ના વ્યાજ દરે અને રૂ. ૨૫,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. લાભાર્થીઓએ જરૂરી દસ્તાવેજો સાથે https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી કર માર્ગદર્શન માટે નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, મોરબીનો સંપર્ક કરવા અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.