મોરબી જિલ્લાના ઉદ્યોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ઓપન હાઉસ યોજાશે
SHARE
મોરબી જિલ્લાના ઉદ્યોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ઓપન હાઉસ યોજાશે
મોરબી જિલ્લાના વિવિધ વેપાર-ઉદ્યોગોને લગતા પ્રશ્નોની ચર્ચા અને નિકાલ માટે રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં તા.૫/૨/૨૦૨૬, બપોરે ૧૨:૦૦ કલાકે, કોન્ફરન્સ રૂમ નં. ૧૩૬, કલેક્ટર કચેરી, મોરબી ખાતે 'ઓપન હાઉસ' મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઓપન હાઉસ અન્વયે જિલ્લાના ઔદ્યોગિક એસોસિએશનોએ ઉદ્યોગોને લગતા પ્રશ્નો કે સૂચનો સોફ્ટ કોપીમાં gm-dic-mor@gujarat.gov.in પર અથવા હાર્ડ કોપીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (રૂમ નં. ૨૩૩, ૨૩૪, જિલ્લા સેવા સદન, સો-ઓરડી) ખાતે તા. ૩૧/૦૧/૨૦૨૬ સુધીમાં મોકલી આપવા મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રીની યાદીમાં જણાવાયું છે.