મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામાન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી
મોરબીમાં આવેલા ગાર્ડનોને ડેવલપ કરવા માટેનું કામ જોરશોરથી શરૂ
SHARE
મોરબીમાં આવેલા ગાર્ડનોને ડેવલપ કરવા માટેનું કામ જોરશોરથી શરૂ
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના ગાર્ડનોને ડેવલપ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને નવા ગાર્ડન બનાવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં જુના ગાર્ડનોમાં વૃક્ષારોપણ, સફાઇ, વોક-વે સહિતના કાર્યો ગાર્ડન શાખાના નાયબ ઇજનેરની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યા છે.
મોરબીના લોકોને સારા ગાર્ડન મળે તેના માટે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. અને મોરબી મહાનગરપાલિકા સંચાલિત વિવિધ ગાર્ડનોમાં સ્વછતા જળવાય તે માટે નિયમિત સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં અનાવયસ્ક ઝાડી-ઝાખરા અને વનસ્પતિનું કટિંગ કરવામાં આવે છે. તેમજ સૂરજબાગ, કેશરબાગ અને શંકર આશ્રમના વિકાસ માટેની કામગીરી ચાલી રહી છે. તે અંતર્ગત નવા વૃક્ષોનું વાવેતર, વિવિધ બાગોમાં લોન વિકાસ માટેની કામગીરી ચાલી રહી છે. જેથી આગામી દિવસોમાં મોરબીના લોકોને ખૂબ જ સુવિધા સાભાર ગાર્ડનની સુવિધાઓ મળશે તે નિશ્ચિત છે.