મોરબીમાં આવેલા ગાર્ડનોને ડેવલપ કરવા માટેનું કામ જોરશોરથી શરૂ
મોરબી કોર્ટ ચેક રીટર્ન કેસમાં સાદી કેદની સજા તથા ડબલ રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ
SHARE
મોરબી કોર્ટ ચેક રીટર્ન કેસમાં સાદી કેદની સજા તથા ડબલ રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ
અહીંના ફરિયાદી મનીષાબેન હરસુખભાઈ હળવદીયાની કેસની ટૂંકી હકિકત એવી છે કે કામે આરોપી અને ફરીયાદી મીત્ર હોય અને એકબીજાને સારી રીતે ઓળખતા હોય, મીત્રતાના સંબંધે આઠ મહીના પહેલા અંગત જરૂરીયાત પડતા હાથ ઉછીના કટકે કટકે રૂા.૧,૧૦,૦૦૦ વગર વ્યાજે પરત આપી દેવાની શરતે મનિષાબેને કૌશીકભાઈ બાબુભાઇ ગોહેલને આપેલા હતા. ત્યારબાદ ફરીયાદીને પૈસાની જરૂરીયાત પડતા પરત માંગતા તથા ફરીયાદ કરવાનુ કહેતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાનો, ગ્રીન ચોક, મોરબી બ્રાંચનો ચેક આપેલ જેના ચેક નં.૮૯૫૯૬ વાળો રૂા.૧,૧૦,૦૦૦ નો તા.૩-૧૨-૨૪ નો ચેક આપેલ જે ચેક ફરીયાદીએ પોતાની રાજકોટ ડિસ્ટ્રી. કો. ઓપરેટીવ બેંક, ગ્રામ્ય શાખા, મોરબી બ્રાંચના ખાતામાં તા.૩-૧૨-૨૪ ના વસુલવા નાખતા તા.૪-૧૨-૨૪ ના રોજ "ફંડ ઇનસફીસીયન્ટ"ના શેરા સાથે પરત ફરેલ. જેથી આ કામના આરોપીને ચેક રીર્ટન થયા અંગેનુ જણાવવા છતા આરોપીએ લેણી રકમ પરત કરેલ નહી.ચેક બાઉન્સ થતા આરોપીને તેના ખરા સરનામે વકીલ મારફત રજી.એડી.પોસ્ટથી તા.૩-૧૨-૨૪ ના રોજ નોટીસ આપી લેણી રકમ ૧૫-દીવસમાં ચુકવી આપવા સુચના આપેલ. જે નોટીસ આરોપીના સરનામે તા.૪-૧-૨૫ ના બજી ગયેલ હોય તેમ છતાં ચેક મુજબની રકમ ડીમાન્ડ નોટીસમાં આપેલ સમય મર્યાદામાં ભરપાઇ કરેલ ન હોય, જેથી સદર ફરીયાદ દાખલ કરેલ છે. જેથી ફરીયાદીએ આરોપી સામે નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ- ૧૩૮ મુજબ ન્યાયિક કાયવાહિ અર્થે તેમના વકિલ ડી.આર.અગેચણીયા મારફતે મોરબી કોર્ટમા ફરિયાદ દાખલ કરાવેલ.
આ કેસ મોરબીનાં ત્રીજા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રે સાહેબની કોર્ટમાં ચાલતા આરોપી વિરુધ્ધ પ્રોશેશ ઇશુ કરતા કોર્ટ રૂબરૂ હાજર થતા ક્રિ.પ્રો. કોડની કલમ-૨૦૭ અન્વયે ફરીયાદની નકલ વિના મુલ્યે આપી સદર કામે આંક -૧૧ થી આરોપીની પ્લી નોંધતા આરોપીએ ગુનાનો સ્પષ્ટ ઈન્કાર કરતા કેસ આગળ ચલાવવાનુ કહેતા ઈન્સાફી કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ અને ક્રિ.પ્રો.કોડની જોગવાઈઓ મુજબ ફરીયાદ પક્ષનો પુરાવો નોંધવામાં આવેલો.ત્યારબાદ ફરીયાદ પક્ષે મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો રજૂ કરેલ ત્યારબાદ ફરીયાદપક્ષે વધુ પુરાવા રજુ કરવા માંગતા ન હોઈ ફરીયાદ પક્ષે પુરસીસ રજુ કરી ફરીયાદીનો પુરાવો પૂર્ણ થયાનુ જાહેર કરેલ છે.સદર કામે આરોપીનો ક્રિ.પ્રો. કોડની કલમ-૩૧૩ મુજબ વધારાનુ નિવેદન નોંધવાનો હકક બંધ કરવાની અરજી આપેલ આરોપી ઘણા સમયથી હાજર રહેતા ન હોઈ આરોપીની ગેરહાજરીમાં ચૂકાદો જાહેર કરવા ફરિયાદીના વકિલએ નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા તથા ક્રિ.પ્રો.કોડની જોગવાઈ બાબાતની દલીલો કરતા નામદાર કોર્ટ તે તમામ ધ્યાને લઈ આરોપી કૌશીકભાઈ બાબુભાઇ ગોહેલને ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ- ૧૩૮ના શિક્ષાને પાત્ર ગુના સબબ ક્રિ.પ્રો.કોડની કલમ-૨૫૫(૨) મુજબ તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા તથા હાલના કામના ચેકની રકમ ૧,૧૦,૦૦૦ ની ડબલ રકમ કુલ રૂપીયા ૨,૨૦,૦૦૦ નો દંડ તથા ચેકની રકમ રૂપિયા ૧,૧૦,૦૦૦ ની રકમ તેમજ તે રકમ ઉપર વાર્ષીક નવ ટકાના સાદા વ્યાજે વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો હુકમ કરવમા આવે છે.જો આરોપી દંડ તથા વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ નેવું દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે.આ કામે મોરબીના પ્રખ્યાત વકિલ ડી.આર.અગેચણીયા, જે.ડી.અગેચણીયા, રવિ.ડી.ચાવડા, મહેશ્વરિ મકવાણા, ક્રિશ્નનાબેન અને કનૈયાલાલ બાવરવા રોકયેલા હત્તા.