ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

હળવદના રાયસંગપરમાં રસ્તાનું કામ કરાવતા કોન્ટ્રાકટરને બે મહિલા સહિત ત્રણ વ્યક્તિએ માર માર્યો..!


SHARE







હળવદના રાયસંગપરમાં રસ્તાનું કામ કરાવતા કોન્ટ્રાકટરને બે મહિલા સહિત ત્રણ વ્યક્તિએ માર માર્યો..!

હળવદ તાલુકાના રાયસંગપર ગામે રસ્તાનું કામ રાખીને લેબર કોન્ટ્રાકટર તેના મજૂરો પાસેથી કામ કરાવતો હતો ત્યારે તે ગામના જ એક શખ્સ દ્વારા હું આ ગામનો ડોન શું મને પૂછીને રોડનું કામ કરવાનું તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો દેવામાં આવી હતી ત્યારે કોન્ટ્રક્ટરે ગાળો દેવાની ના પાડતાં આરોપીએ પોતાના ઘરમાંથી ધારિયું લઈને આવીને આઘેડને હાથમાં ઈજા કરી હતી અને ત્યારબાદ તેની માતા અને પત્નીએ ધોકા વડે તેને માર માર્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા કોન્ટ્રાક્ટર દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત ત્રણ સામે માર માર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી તમારે હળવદ તાલુકાના મયુરનગર ગામના વણકરવાસમાં રહેતા અને લેબર કોન્ટ્રાક્ટર નું કામ કરતાં દિનેશભાઈ પ્રેમજીભાઈ મકવાણા (55) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાયસંગપરના વિનોદભાઈ ઉર્ફે ટીનાભાઇ કાનજીભાઈ ચૌહાણ એના માતા ખીમીબેન કાનજીભાઈ ચૌહાણ અને પત્ની દયાબેન વિનોદભાઈ ચૌહાણની સામે માર માર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમા તેને જણાવ્યુ છે કે હળવદ તાલુકાના રાયસંગપર ગામે આરોપી ના ઘર પાસે પીસીસી રોડ બનાવવાનું કામ મજૂરો દ્વારા તે કરાવતા હતા ત્યારે વિનોદભાઈ ચૌહાણે ત્યાં આવીને હું આ ગામનો ડોન છું મને પૂછીને તમારે રોડનું કામ કરવાનું તેમ કહીને ફરિયાદને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતાં વિનોદભાઈએ પોતાના ઘરમાં જઈને ધારીયુ લઇને આવ્યા હતા અને ડાબા હાથની આંગળીમાં તેમજ હાથમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી ત્યારબાદ તેની માતાએ ધોકા વડે તેને માર માર્યો હતો અને આરોપીની પત્નીએ પથ્થર મારીને ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા દિનેશભાઈ મકવાણાએ હાલમાં બે મહિલા સહિત બે ત્રણ વ્યક્તિઓની સામે માર માર્યો હોવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેથી કરીને પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News